તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Wednesday, 15th April 2026
રાજકોટ વોર્ડ નં. ૧૦ માં ભાજપના શિક્ષિત અને અનુભવી ચહેરાઓ મેદાનમાં: લોકસંપર્ક અને વિકાસના મુદ્દે જંગી બહુમતીનો વિશ્વાસ
નીતાબેન લાલ, જયોત્સનાબેન ટીલાળા, ઘનશ્યામભાઈ હેરભા અને અશ્વિનભાઈ ભોરણીયાની ટીમે પ્રચારના શ્રીગણેશ કયા

રાજકોટઃરાજકોટ મહાનગર પાલિકાના વોર્ડ નં. ૧૦ માં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાર મજબૂત અને સેવાભાવી ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ‘વિકાસને મત' ના નારા સાથે ભાજપના આ ચારેય ઉમેદવારો મતદારોની મુલાકાત લઈ રહયા છે. આ પેનલમાં અનુભવી કોર્પોરેટરો અને સેવાભાવી સામાજિક અગ્રણીઓનો સમન્વય જોવા મળી રહ્યો છે.
વોર્ડના મહિલા ઉમેદવાર નીતાબેન લાલ વર્ષોથી સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્નાતક એવા નીતાબેન મધ્યમવર્ગીય પરિવારની સમસ્યાઓથી વાકેફ છે અને મહિલા સશક્તિકરણ તેમજ યુવા વિકાસને પ્રાધાન્ય આપી રહ્યા છે.
બીજી તરફ, અનુભવી નેતા જયોત્સનાબેન ટીલાળા અગાઉ કોર્પોરેટર તરીકે રહી ચૂક્યા છે. તેમણે ૨૦૧૫ થી ૨૦૨૦ દરમિયાન ડ્રેનેજ સમિતિ અને આરોગ્ય સમિતિમાં મહત્વની જવાબદારી નિભાવી છે. તેઓ સતત લોકસંપર્ક અને વોર્ડના પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે જાણીતા છે.
જયારે શિક્ષણપ્રેમી યુવા આગેવાન દ્યનશ્યામભાઈ હેરભા છેલ્લા ૨૭ વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે. પી.ડી. માલવીયા કોલેજમાં પ્રમુખ તરીકે સેવા આપનાર દ્યનશ્યામભાઈ આરોગ્ય ક્ષેત્રે પણ ‘કે.ડી. પરવાડીયા હોસ્પિટલ' ના ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. તેમણે કોરોના કાળમાં પણ પ્રશંસનીય સેવાઓ આપી હતી.
તો અશ્વિનભાઈ ભોરણીયા બિલ્ડર વ્યવસાય સાથે સંકળાયેલા છે અને ૨૫ વર્ષથી પક્ષના વિવિધ હોદ્દાઓ પર રહ્યા છે. ૨૦૧૫-૨૦ ના ટર્મમાં કોર્પોરેટર અને સેનિટેશન સમિતિના ચેરમેન તરીકે તેમણે વોર્ડના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે.
ભાજપની આ ટીમે વોર્ડ નં. ૧૦ માં આધુનિક સુવિધાઓનો વિસ્તાર, ગુણવત્તાસભર શિક્ષણ અને આરોગ્ય સેવાઓને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ કર્યો છે. ઉમેદવારોએ જણાવ્યું છે કે, ભારતીય સંસ્કૃતિ અને સામાજિક મૂલ્યોને જાળવી રાખીને વોર્ડનો સર્વાંગી વિકાસ કરવો એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. વોર્ડના મતદારોમાં પણ આ શિક્ષિત અને કર્મઠ પેનલને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણત્રાની સાથે વોર્ડ નં. ૧૦ ના ભાજપના ઉમેદારો નીતાબેન લાલ, જયોત્સનાબેન ટીલાળા, ઘનશ્યામભાઇ હેરભા અને અશ્વિનભાઇ ભોરણીયા તેમજ એડવોકેટ અને શહેર ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ જયભારત ધામેચા તેમજ કમલેશભાઇ લાલ નજરે પડેછે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:06 PM IST)










