તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
રાજકોટ બનશે લીલુછમઃ ૬૬.૫૫ લાખના ખર્ચે ૧.૧૧લાખ વૃક્ષોનું વાવેતર થશે
મીયાવાકી પદ્ધતિથી ૪ સ્થળોએ તથા થીમ ફોરેસ્ટ અને અનેક સ્થળોએ ધનિષ્ઠ વળક્ષારોપણઃ ૨.૬૮ કરોડના વિકાસ કામોની ૨ દરખાસ્તોને સ્ટેન્ડિંગ કમિટિની મંજુરીની મ્હોર

રાજકોટ, તા.૮:મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટિની બેઠક આજે ચેરમેન પરેશ પીપળિયાની અધ્યક્ષતામાં મળી હતી. બેઠકમાં શહેરને વધુ હરિયાળું બનાવવા માટે મીયાવાકી પદ્ધતિથી થીમ ફોરેસ્ટ અને ધનિષ્ઠ વળક્ષારોપણની મહત્ત્વાકાંક્ષી યોજના હેઠળ કુલ ૧૧ સ્થળોઅ સહિતે ૧.૧૧ લાખ વળક્ષોનું વાવેતર કરવા માટે રૂ. ૬૬.૫૫ લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત માધાપર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના બે વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સ માટે રૂ. ૨.૦૧ કરોડના ખર્ચને પણ બહાલી આપવામાં આવી હતી.
સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પરેશ પીપળિયાએ દરખાસ્ત અંગે વધુ માહિતી આપતા પડકારોને જણાવ્યું હતું કે મીયાવાકી પદ્ધતિ હેઠળ પ્રતિ ચોરસ મીટર રૂ. ૩૧૦ના ખર્ચે ગાઢ વળક્ષારોપણ કરવામાં આવશે. આ પદ્ધતિમાં એક ચોરસ મીટરમાં ત્રણથી પાંચ વિવિધ પ્રજાતિના વળક્ષો વાવવામાં આવે છે, જેના કારણે સામાન્ય પદ્ધતિની સરખામણીએ વળક્ષોનો વિકાસ ઝડપી થાય છે અને ટૂંકા સમયમાં જ ગીચ હરિયાળો વિસ્તાર વિકસે છે.
મીયાવાકી થીમ ફોરેસ્ટ અંતર્ગત રૈયા સ્મશાન પાછળ આવેલા કેરેલા પાર્ક, મુંજકામાં નિરવાના ટાવર નજીક, સંસ્કળતિ પાર્ટી પ્લોટ પાસે તથા મવડી વિસ્તારમાં કણકોટ પાર્ટી પ્લોટ પાછળ એમ કુલ ચાર તથા અન્ય સ્થળોએ ૧૩,૭૨૭ ચોરસ મીટર વિસ્તારમાં અંદાજે ૬૮,૬૪૫ વળક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ કામગીરી માટે રૂ. ૪૨.૫૫ લાખનો ખર્ચ કરવામાં આવશે.
ધનિષ્ઠ વળક્ષારોપણ (બ્લોક પ્લાન્ટેશન) યોજના હેઠળ કણકોટ રોડ પર નારાયણ નગર, મધુરેશ્વર મહાદેવ મંદિર સામે, ગ્રીન સિટી-૩, એન્જલ પાર્ક મેઈન રોડ, ક્રિષ્નાપાર્ક, રોયલ આલાપ રોડ, રૈયાધાર ડબલ્યુટીપી, કોઠારિયામાં ગોકુલ પાર્ક તેમજ લાયન સફારી પાર્ક આસપાસના વિસ્તારો સહિત કુલ સાત સ્થળોએ ૧૫,૩૧૦ ચોરસ મીટર વિસ્તારમાં ૩,૭૪૯ વળક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ પદ્ધતિમાં પ્રતિ વળક્ષ રૂ. ૬૪૦ મુજબ ખર્ચ કરવામાં આવશે.
સમગ્ર યોજનામાં ચાર વર્ષની નિભાવણી (મેન્ટેનન્સ) પણ સામેલ છે. ઉપરાંત બેઠકમાં માધાપર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કોમ્પ્રિહેન્સિવ ઓપરેશન અને મેન્ટેનન્સ માટે એલ-૧ એજન્સી ગ્લોબલ એનવાયરોઝને બે વર્ષનો કોન્ટ્રાક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો. ૨૫.૪૪ ટકા ઓછા દરે આ કામગીરી માટે રૂ. ૨.૦૧ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.
(2:59 PM IST)










