તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Monday, 6th July 2026
રાજકોટ ઝોન સીઆઇડી ક્રાઇમની ટીમે અફીણ સાથે એકને પકડયો
પીઆઇ જે. જે ચોૈહાણ, પીએસઆઇ મહેતા અને ટીમે બોટાદના બસ સ્ટેશન પાસેથી ચોટીલાના શખ્સને પકડયોઃ ત્રણ શખ્સોની શોધખોળ

રાજકોટ તા. ૬: રાજકોટશહેર ઝોન સીઆઇડી ક્રાઇમની ટીમે બોટાદના એસટી બસ સ્ટેશન પાસેથી એક શખ્સને ૨૨.૮૦ ગ્રામ અફીણ સાથે પકડી લઇ કાર્યવાહી કરી છે.
પોલીસ અધિક્ષક લોકેશ યાદવની સુચનાથી એએનટીએફ રાજકોટ ઝોનના પીઆઇ જે. જે. ચોૈહાણ, પીએસઆઇ કે. એમ. મહેતા, એમ. એચ. ચોૈહાણ, એએસઆઇ સુભાષભાઇ ડાંગર, હેડકોન્સ. ભુમિકાબેન દાણીધારીયા, કોન્સ. રણજીતભાઇ ધાંધલ, આલાભાઇ રાઠોડ સહિતે સુરેન્દ્રનગરના બોટાદ ગામે દરોડો પાડી વિજય બાબુભાઇભટ્ટી (ઉ.વ.૨૧-રહે. નંદન રેસીડેનસી જલારામ મંદિર પાસે ચોટીલા)ને રૂા. ૧૧૪૦૦ના અફીણ સાથે પકડી લઇ એક મોબાઇલ પણ કબ્જે કર્યો છે. અન્ય એક શખ્સ જયરાજ ચાવડા તથા બે મોબાઇલ નંબરના ધારકના નામ ખુલતાં શોધખોળ થઇ રહી છે. આગળની તપાસ બોટાદ પોલીસ કરે છે.
(3:59 PM IST)










