News of Thursday, 5th November 2026
રેસકોર્સમાં રાજકોટની પ્રખ્યાત પાણીપુરીથી પિઝા સુધીના સ્વાદની રમઝટ બોલશે
દેશભક્તિના કાર્યક્રમો સાથે ફૂડ કાર્નિવલનું આકર્ષણઃ ૨૫ પેઢીઓના સ્ટોલમાં શહેરની પ્રખ્યાત વાનગીઓનો જમાવડો

રાજકોટ તા.૫: મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દિવાળી કાર્નિવલમાં આ વખતે માત્ર રંગબેરંગી રોશની, ભવ્ય ટેબ્લો અને મનોરંજનની જ નહીં, પરંતુ સ્વાદના શોખીનો માટે પણ વિશેષ જમાવટ કરવામાં આવી છે. દિવાળી કાર્નિવલની સાથે ફૂડ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટની પ્રખ્યાત પાણીપુરી, રગડો, દાબેલી, ભેળ, ભજિયાં, ગાંઠિયા, ઢોકળાં, જલેબીથી લઈને પિઝા, બર્ગર, સેન્ડવિચ અને સાઉથ ઇન્ડિયન વાનગીઓ સહિત વિવિધ ખાણીપીણીની મોજ માણવા મળશે.
દિવાળી કાર્નિવલમાં દેશભક્તિની થીમ આધારિત ટેબ્લો, નમો ટ્રક, મિલિટરી ટેબ્લો, ગુજરાતની સંસ્કળતિનાં દર્શન તથા બાળકો માટે જોકર, મિકી માઉસ અને ડોનાલ્ડ ડક સહિત ૪૦ જેટલાં કેરેક્ટર્સનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે ફૂડ કાર્નિવલ મુલાકાતીઓ માટે વધુ એક આકર્ષણ બનશે.
ખાસ કરીને રાજકોટના સ્વાદપ્રેમીઓ માટે પાણીપુરી, રગડો, દાબેલી, મિક્સ ભજિયાં, ગાંઠિયા અને જલેબી જેવી લોકપ્રિય વાનગીઓની સાથે આધુનિક ફાસ્ટફૂડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મિલેટ પિઝા, મિલેટ ભેળ અને રાગી પાણીપુરી જેવી વાનગીઓ પણ ઉપલબ્ધ રહેશે.
મહાનગરપાલિકાના ફૂડ કાર્નિવલના આયોજનમાં કુલ ૨૫ પેઢીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બાળકો, યુવાનો અને પરિવારજનોને એક જ સ્થળે મનોરંજનની સાથે વિવિધ સ્વાદ માણવાની તક મળશે.
ફૂડ કાર્નિવલમાં આ ૨૫ પેઢીઓના સ્વાદની જમાવટ
પેઢીનું નામ - ઉપલબ્ધ વાનગીઓ
૧. ઈશ્વરભાઈ ઘૂઘરા વાળા - ઘૂઘરા.
૨. સદગુરુ ઇવેન્ટ - ઢોકળાં, ખીચું, પોપકોર્ન.
૩. સદગુરુ કેટરર્સ - બોમ્બે ભેળ, ફ્રેન્ચ ફ્રાઇસ, ટ્વિસ્ટર.
૪. પરફેક્ટ કેટરર્સ - મકાઈના પૂડલા, ખીચડી, જલેબી.
૫. બાબુભાઈ રગડાવાળા - રગડો, દાબેલી.
૬. બજરંગ ભજિયા - મિક્સ ભજિયાં, ગાંઠિયા, જલેબી.
૭. આઝાદહિંદ ગોલાવાળા - આઇસગોલા.
૮. ચા વાલા - ચા, કોફી, પફ.
૯. પેડિટો પિઝા - પિઝા.
૧૦. સેલવાસ સાઉથ ઢોસા - સાઉથ ઇન્ડિયન ફૂડ.
૧૧. વિમલ ચાવડા ફાસ્ટફૂડ - બર્ગર, હોટડોગ.
૧૨. યુ ફ્રેશ ડેરી પ્રોડક્ટ્સ - સ્વીટ, નમકીન.
૧૩. GJ-૫ સેન્ડવિચ - સેન્ડવિચ.
૧૪. બચીસ કેન્ડી - કેન્ડી, આઇસક્રીમ.
૧૫. નૈત્રી પાણીપુરી - પાણીપુરી.
૧૬. સેન્ડવિચ અડ્ડા - સેન્ડવિચ.
૧૭. વેલ્ધી ફૂડ્સ - મલ્ટીગ્રેન સેન્ડવિચ, પનીર રોલ, બિરયાની.
૧૮. સજીવન ઓર્ગેનિક - મિલેટ પિઝા, મિલેટ ભેળ, રાગી પાણીપુરી.
૧૯. પ્રોટીન વિટામીન ફૂડ ઝોન - કઠોળ સૂપ, નેચરલ જ્યુસ.
૨૦. ડેઝર્ટ ડેન - કેક, પેસ્ટ્રીઝ, કૂકીઝ, પફ.
૨૧. સપના સોડા - સોડા, કોલ્ડડ્રિંક્સ, જ્યુસ.
૨૨. આરાધના ટી - ચા, કોફી, થેપલાં.
૨૩. નંદા મુખવાસ - મુખવાસ, કન્ફેક્શનરી.
૨૪. પંજાબ ગ્રીલ - પંજાબી, ચાઇનીઝ ફૂડ.
૨૫. નવીલ ખાખરા - હાથ વણાટના ખાખરા, નમકીન.
(3:31 PM IST)










