<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

રાજકોટના મહિલા ધારાસભ્‍ય એકાએક દિલ્‍હીમાં: પદાધિકારીઓના નામ માટે લોબીંગ કે અન્‍ય કારણ

ચુંટણીમાં પોતાના કાર્યકરોને ટીકીટ અપાવવા પુરૂ જોર કરેલઃ જે ચર્ચાનો વિષય પણ બનેલ : પ્રદેશ ભાજપ દ્વારા નામો લગભગ નક્કી છતા છેલ્લી ઘડીએ મેન્‍ડેટની જેમ નામ પણ ફરે તેવી ચર્ચાએ જોર પકડયું

રાજકોટ, તા.,૨૫ : રાજકોટના મેયર, ડે.મેયર સહિતના મનપાના પદાધિકારીઓના નામ ગુરૂવારે જાહેર થવાના છે ત્‍યારે શહેરના એક મહિલા ધારાસભ્‍ય અચાનક દિલ્‍હીની મુલાકાતે જતા નામ માટે લોબીંગની ચર્ચાએ જોર પકડયુ છે.

છેલ્લા એક મહિનાથી મનપાના પદાધિકારીઓ અંગેની જાહેરાતનું કોકડુ ગુંચવાયેલુ છે. ચૂંટણી પરિણામ બાદ આટલા લાંબા સમય સુધી મેયર સહિતના નામો અંગે કોઇ નિર્ણય ન થતા પ્રજાની સાથે કાર્યકરોમાં પણ આર્ヘય ફેલાયુ છે.

જો કે સુત્રો મુજબ મહિલા ધારાસભ્‍ય પોતાના કામ સબબ દિલ્‍હી ગયા હોવાનુ જાણવા મળ્‍યુ છે. આ મહિલા ધારાસભ્‍યએ પોતાના કાર્યકરોને ટીકીટ મળે તે માટે પણ ખુબ જ જોર કરેલ અને તેમાં તેઓ મહંદઅંશે સફળ પણ થયા હતા. જો કે મનપાની ચુંટણી દરમ્‍યાન આ મુદો ચર્ચાનો વિષય પણ બન્‍યો હતો.

હવે જોવાનું રહયુ કે, પ્રદેશ ભાજપે જે પદાધિકારીઓના ફાઇનલ અથવા લગભગ નકકી કરેલ નામો મહિલા ધારાસભ્‍યના દિલ્‍હી પ્રવાસ બાદ ફેરફાર કરવા પડે છે કે નહી તે આવનાર દિવસોમાં જાણવા મળીજશે.

(3:19 PM IST)