<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

રાજકોટના ઝાલા મહેશ્વરીબાએ દેહરાદૂનમાં પાંચમી ઓલ ઇન્‍ડિયા જી.વી. માવલંકર શૂટિંગ ચેમ્‍પિયનશિપમાં બે બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યા

રાજકોટ શહેર યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના એએસઆઇ વિરેન્‍દ્રસિંહ ઝાલાની સુપુત્રીની નોંધપાત્ર સિધ્‍ધીને સોૈ કોઇએ બીરદાવીઃ પોલીસબેડા તરફથી શુભેચ્‍છાનો વરસાદ થયો

રાજકોટઃ  દેહરાદૂન, ઉત્તરાખંડ ખાતે  એનઆરએઆઇ અને ઉત્તરાખંડ સ્‍ટેટ રાઇફલ એસોસિએશન દ્વારા આયોજિત ૩૫મી ઓલ ઇન્‍ડિયા જી.વી. માવલંકર શૂટિંગ ચેમ્‍પિયનશિપ ૨૦૨૬માં ગુજરાતની પેરા શૂટર રાજકોટના ઝાલા મહેશ્વરીબાએ પોતાની શ્રેષ્‍ઠ રમતનું -દર્શન કરીને બે બ્રોન્‍ઝ મેડલ પોતાના નામે કર્યા છે. મહેશ્વરીબાએ ૧૦એમ એર પિસ્‍તોલ પેરા યુથ વિમેન કેટેગરીમાં એક બ્રોન્‍ઝ મેડલ અને ૧૦એમ એર પિસ્‍તોલ પેરા જુનિયર વિમેન કેટેગરીમાં બીજો બ્રોન્‍ઝ મેડલ મેળવીને ડબલ બ્રોન્‍ઝ મેડલિસ્‍ટ બનવાનું બહુમાન મેળવ્‍યું છે. ચિ. મહેશ્વરીબાના પિતાશ્રી વિરેન્‍દ્રસિંહ ઝાલા યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે. પિતા અને પરિવારના સતત સપોર્ટ તથા મહેશ્વરીબાની અથાક મહેનતના પરિણામે આજે તેમણે રાષ્‍ટ્રીય સ્‍તરે આ મોટી સફળતા હાંસલ કરી છે. મહેશ્વરીબા રમતગમત ક્ષેત્રે આમ જ ઉત્તરોત્તર પ્રગતિ કરી સતત નવી સિધ્‍ધિઓ સર કરે અને ગુજરાત સહિત સમગ્ર ભારત દેશનું નામ રોશન કરે તે માટે પરિવારજનો, તેમજ શહેર પોલીસબેડા તરફથી શુભેચ્‍છાઓ આપવામાં આવી રહી છે. કેબીનેટ મંત્રી સુબોધ ઉનિયાલે વિજેતાઓને મેડલ અર્પણ કરી આગળ સફળતા મેળવવા શુભેચ્‍છા આપી હતી. દસ વર્ષથી મળી સિત્તેર વર્ષના વયોવૃધ્‍ધ મળી ૬૯૦૦ ખેલાડીઓએ આ સ્‍પર્ધામાં ભાગ લીધો હતો.

(2:56 PM IST)