<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

વાળ અને ત્‍વચાની સમસ્‍યાઓ માટે રાજકોટની ‘લોયલી' બ્રાન્‍ડઃ આયુર્વેદિક પદ્ધતિથી તૈયાર થતી કેમિકલમુક્‍ત પ્રોડક્‍ટ્‍સ

૩૦ વર્ષના સલૂન ક્ષેત્રના બહોળા અનુભવમાંથી સંચાલક વિનોદ અને ચેતનાબેન રાઠોડે લોન્‍ચ કરી આત્‍મનિર્ભર સ્‍વદેશી બ્રાન્‍ડ

 રાજકોટઃ આજના આધુનિક અને દોડધામભર્યા સમયમાં સતત વધતા જતા પ્રદૂષણ, માનસિક તણાવ, બદલાતી જતી જીવનશૈલી અને બજારમાં મળતી કેમિકલ યુક્‍ત પ્રોડક્‍ટ્‍સના અતિશય ઉપયોગને કારણે લોકોમાં વાળ તેમજ ત્‍વચાને લગતી ગંભીર સમસ્‍યાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે વાળ સફેદ થવા, વાળ ખરવા, ડેન્‍ડ્રફ (ખોડો), સ્‍કાલ્‍પ ઇન્‍ફેક્‍શન અને સ્‍પ્‍લીટ એન્‍ડ્‍સ (બે મોઢાવાળા વાળ) થવા જેવી સમસ્‍યાઓથી લોકો પરેશાન છે. આવી પરિસ્‍થિતિમાં લોકો હવે કેમિકલ છોડીને સ્‍વદેશી અને હર્બલ આધારિત સુરક્ષિત વિકલ્‍પો તરફ વળી રહ્યા છે, ત્‍યારે રાજકોટ જિલ્લામાં કાર્યરત  ‘‘લોયલી ગળહ ઉદ્યોગ''દ્વારા તૈયાર કરવામાં આવતા હર્બલ પ્રોડક્‍ટ્‍સ ગ્રાહકો માટે અત્‍યંત સુરક્ષિત અને અતિ અસરકારક સોલ્‍યુશન તરીકે ઉભરી આવ્‍યા છે. લોયલી બ્રાન્‍ડ હેઠળ વાળ અને ત્‍વચાની સંપૂર્ણ સંભાળ માટે વિવિધ પ્રકારના પ્રોડક્‍ટ્‍સ ઉપલબ્‍ધ છે, જેમાં મુખ્‍યત્‍વે ચાર પ્રકારના શેમ્‍પૂ, ચાર પ્રકારના હેર ઓઇલ, હેર માસ્‍ક, હેર ફૂડ પેક, હેર સીરમ, ફેસ વોશ, ફેસ પેક અને કમર-સાંધાના દુખાવા માટે પેઇન રીલીફ ઓઇલનો સમાવેશ થાય છે. આ તમામ પ્રોડક્‍ટ્‍સ શુદ્ધ કુદરતી હર્બલ ઘટકો તેમજ આયુર્વેદિક પદ્ધતિથી જ બનાવવામાં આવે છે, જે વાળનું ખરવું અને તૂટવું અટકાવવામાં રામબાણ ઈલાજ સાબિત થઇ રહયાનું ‘લોયલી ગળહ ઉદ્યોગ'' ના સંચાલક વિનોદભાઈ રાઠોડ તેમજ ચેતનાબેન રાઠોડે એક અખબારી યાદીમાં જણાવ્‍યું છે.  

 તેઓ ૩૦ વર્ષથી સલૂન વ્‍યવસાય સાથે સીધી રીતે જોડાયેલા છે. સલૂન ક્ષેત્રમાં દીર્ઘકાલીન કામગીરી દરમિયાન તેમણે ગ્રાહકોની વાળ અને ત્‍વચાની સમસ્‍યાઓને ખૂબ જ નજીકથી સમજી હતી અને તે અનુભવના આધારે તેમણે શુદ્ધ સ્‍વદેશી અને હર્બલ ઉપચાર પદ્ધતિ પ્રદાન કરવાનો મક્કમ નિર્ણય કર્યો હતો. જેના પરિણામે એમએસએમઇ અને આઇએસઓ સર્ટિફિકેટ સાથે ‘લોયલી ગળહ ઉદ્યોગ'ની સ્‍થાપના થઈ, જે આજે  ગ્રાહકોના અતૂટ વિશ્વાસનો મજબૂત આધાર સ્‍તંભ બની ચૂકયા હોવાનું તેઓએ યાદીમાં જણાવેલ છે.  દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવેલા ‘‘વોકલ ફોર લોકલ''અને ‘‘આત્‍મનિર્ભર ભારત'' ના સંદેશને અનુસરતા આ ગળહ ઉદ્યોગ માત્ર પ્રોડક્‍ટ્‍સના ઉત્‍પાદન પૂરતો મર્યાદિત નથી, પરંતુ સ્‍થાનિક સ્‍તરે રોજગારીનું પણ એક મહત્‍વપૂર્ણ કેન્‍દ્ર બન્‍યો છે. આ ઉદ્યોગમાં હાલ આશરે ૫૦ જેટલા સ્‍થાનિક મહિલા તેમજ પુરુષો જોડાયેલા છે અને તેમના થકી પ્રત્‍યક્ષ કે પરોક્ષ રીતે ૨૦૦ થી ૩૦૦ લોકોને રોજગારી મળી રહી હોવાનું જણાવાયું છે. એક મુલાકાત દરમિયાન   ધારાસભ્‍ય શ્રી રમેશભાઈ ટીલાલા, પૂર્વ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર પૂર્વ કોંગ્રેસ પ્રમુખ શ્રી રાજદિપસિંહ જાડેજા, ભાજપ સાંસ્‍કળતિક કન્‍વીનર રાજકોટ શ્રી વિજયભાઈ કારીયા તેમજ રાજકોટ વોર્ડ નંબર ૧૪ ના ભાજપ મહામંત્રી શ્રી માનસુરભાઈ વગેરેએ ગળહ ઉદ્યોગની મુલાકાત લઈ સંચાલકોને શુભેચ્‍છાઓ પાઠવી હતી. તેમ તેઓની યાદીના અંતમાં જણાવાયુ છે.

 આ અંગે વધુ માહિતી માટે લોયલી ગળહ ઉદ્યોગ, વાણિયાવાડી ૧/૭, શ્‍યામવાડીની બાજુમાં, ભક્‍તિનગર સર્કલ પાસે, રાજકોટ મો. નં. ૯૮૨૫૫ ૩૬૨૬૦ ઉપર સંપર્ક કરી શકાય છે. 

(3:33 PM IST)