<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

રાજકોટના જાણીતા ENT સર્જન ડો.હિમાંશુ ઠક્કરગોળીને તોડ્‍યા વગર એક જ ટુકડામાં દૂર કરી

૭૦ વર્ષીય મહિલાને અન્નનળી માં ફસાયેલી ૧.૫ સેમીની અત્‍યંત કઠણ આયુર્વેદિક ગોળી દૂરબીન વડે કાઢી આપી દર્દી ને યાતના મુક્‍ત કરતા : દર્દી પાણી પણ ગળી શકતા ન હતા; તપાસમાં અન્નનળીના ઉપરના ભાગમાં સાંકડાપણું જોવા મળ્‍યુ

રાજકોટ, તા.૮ : રાજકોટના જાણીતા ENT સર્જન ર્ર્ંડૉ. હિમાંશુ ઠક્કરે રાજકોટના ૭૦ વર્ષીય શ્રીમતી દેવિકાબેન વ્‍યાસની અન્નનળીમાં ફસાયેલી આશરે ૧.૫ સેમીની અત્‍યંત કઠણ આયુર્વેદિક ગોળી સફળતાપૂર્વક દૂર કરી હતી. ગોળી એટલી કઠણ હતી કે તેને તોડી શકાય તેમ નહોતું. ડૉ. ઠક્કરે વિશેષ એન્‍ડોસ્‍કોપિક ટેકનિક અને કુશળતાથી ગોળીને તોડ્‍યા વગર, એક જ ટુકડામાં સફળતાપૂર્વક બહાર કાઢી હતી.

શ્રીમતી દેવિકાબેન વ્‍યાસ ઘૂંટણ અને સાંધાના દુખાવા માટે આયુર્વેદિક ગોળી લેતા હતા. ગોળી ગળતી વખતે તે અચાનક અન્નનળીના ઉપરના ભાગમાં, ક્રિકોફેરિંજિયસના સ્‍તરે ફસાઈ ગઈ હતી. ત્‍યારબાદ તેઓ આખો દિવસ પાણી પણ ગળી શકયા નહોતા અને ગળામાં ભારે દુઃખાવો થવા લાગ્‍યો હતો. સાંજે તેમને સારવાર માટે ડૉ. ઠક્કર્સ ENT એન્‍ડ ડેન્‍ટલ સર્જિકલ હોસ્‍પિટલ, રાજકોટ ખાતે લાવવામાં આવ્‍યા હતા.

તપાસ દરમિયાન અન્નનળીના ઉપરના ભાગમાં અવરોધ હોવાની શંકા થઈ હતી. દર્દીની તાત્‍કાલિક જનરલ એનેસ્‍થેશિયા હેઠળ એન્‍ડોસ્‍કોપિક પ્રક્રિયા કરવામાં આવી. ઈસોફેગોસ્‍કોપ અને વિશેષ ફોર્સેપ્‍સની મદદથી અત્‍યંત કઠણ ગોળીને કાળજીપૂર્વક પકડીને તોડ્‍યા વગર બહાર કાઢવામાં આવી.

ગોળી બહાર નીકળતા જ દર્દીને તાત્‍કાલિક રાહત મળી હતી. પાણી અને ખોરાક ગળવામાં થતી તકલીફ સંપૂર્ણપણે દૂર થઈ ગઈ હતી. દર્દીને આશરે બે કલાક ઓબ્‍ઝર્વેશનમાં રાખ્‍યા બાદ રજા આપવામાં આવી હતી. હાલમાં તેઓ પાણી તથા ખોરાક કોઈપણ તકલીફ વિના લઈ શકે છે.

અન્નનળીનું સાંકડાપણું

બન્‍યું મહત્‍વનું કારણ

આ કેસમાં એક મહત્‍વપૂર્ણ બાબત એ જોવા મળી કે દર્દીની અન્નનળીના ઉપરના ભાગમાં સાંકડાપણું (સ્‍ટ્રિક્‍ચર) હતું. આવા સાંકડાપણાને કારણે સામાન્‍ય કદની ગોળી, વટાણા જેવી વસ્‍તુ અથવા ખોરાકનો મોટો ટુકડો પણ અન્નનળીમાં ફસાઈ શકે છે.

ડૉ. હિમાંશુ ઠક્કરે જણાવ્‍યું હતું કે, સામાન્‍ય રીતે બાળકો મોઢામાં કોઈ વસ્‍તુ નાખીને તેને ગળી જાય અથવા શ્વાસનળીમાં ફસાવી દે ત્‍યારે આપણે ખૂબ સાવચેતી રાખીએ છીએ. પરંતુ વળદ્ધોમાં પણ આવી ઘટનાઓને ગંભીરતાથી લેવી જરૂરી છે. દાંત ઓછા હોવા, દાંત પડી ગયા હોવા અથવા ચાવવામાં તકલીફ હોવાના કારણે વળદ્ધોમાં કઠણ ગોળી અથવા ખોરાકનો મોટો ટુકડો અન્નનળીમાં ફસાવાનું જોખમ વધી શકે છે.

જો કોઈ વળદ્ધ વ્‍યક્‍તિને વારંવાર ગોળી કે ખોરાક ગળવામાં તકલીફ થતી હોય, ખોરાક ગળા કે છાતીમાં અટકી જતો હોય અથવા પાણી પણ ગળવામાં તકલીફ થતી હોય તો તેને અવગણવું નહીં અને માત્ર દવાની અસરની રાહ જોવી નહીં. આવા કિસ્‍સામાં યોગ્‍ય તબીબી તપાસ જરૂરી છે.

કેટલાક દર્દીઓમાં અન્નનળીના ઉપરના ભાગમાં ક્રિકોફેરિંજિયસ સાંકડાપણું જોવા મળી શકે છે. યોગ્‍ય ક્‍લિનિકલ પરિસ્‍થિતિમાં Plummer-Vinson syndrome, જે આયર્નની ઉણપથી થતી એનિમિયા સાથે સંકળાયેલો છે, તેમાં પણ અન્નનળીના ઉપરના ભાગમાં વેબ અથવા સાંકડાપણું અને ગળવામાં તકલીફ જોવા મળી શકે છે.

આવા દર્દીઓમાં હિમોગ્‍લોબિન અને આયર્નની તપાસ સહિત જરૂરી રક્‍ત તપાસ, તેમજ ગળા અને અન્નનળીની યોગ્‍ય તપાસ દ્વારા મૂળ કારણ શોધવું જરૂરી છે. સમયસર નિદાન અને સારવારથી ગંભીર જટિલતાઓને ટાળી શકાય છે.

વસ્‍તુ શ્વાસનળીમાં પણ જઈ શકે ડૉ. ઠક્કરે વધુમાં જણાવ્‍યું કે ગળેલી વસ્‍તુ કયારેક અન્નનળીના બદલે ર્ર્ંશ્વાસનળી (વિન્‍ડપાઇપર્ર્)ંમાં પણ જઈ શકે છે. શ્વાસનળીમાં ફસાયેલી વસ્‍તુથી શ્વાસ લેવામાં ગંભીર અવરોધ થઈ શકે છે અને કેટલાક કિસ્‍સામાં તે જીવલેણ પણ બની શકે છે.

તેથી બાળકોની જેમ વળદ્ધોએ પણ ગોળીઓ, કઠણ ખોરાક અને મોટા ટુકડા ગળતી વખતે વિશેષ સાવચેતી રાખવી જોઈએ. દાંત ઓછા હોય અથવા ચાવવામાં તકલીફ હોય તેવા વળદ્ધોએ નરમ ખોરાક નાના ટુકડામાં લઈ, સારી રીતે ચાવીને અને ધીમે ખાવું જોઈએ.

વારંવાર ગળવામાં તકલીફ થતી હોય તો સમયસર ચ્‍ફવ્‍ નિષ્‍ણાતની સલાહ લેવી જરૂરી છે.

જો ગોળી કે ખોરાક ગળામાં ફસાઈ જાય અને પાણી પણ નીચે ન ઉતરે, તો તેને અવગણશો નહીં. ઘરગથ્‍થુ ઉપાયો કરવામાં સમય બગાડશો નહીં ラ તાત્‍કાલિક તબીબી સારવાર લો

ડો. હિમાંશુ ઠક્કર

Dr. Thakkars ENT & Dental Surgical Hospital

૨૦૨, લાઇફ લાઇન, બિલ્‍ડિંગ,  વિદ્યાનગર મેઇન રોડ, રાજકોટ

મોબાઇલઃ ૯૧૦૬૧ ૧૯૦૩૮

(2:17 PM IST)