<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

જનસંઘના સંઘર્ષથી ભાજપના સંકલ્‍પસિદ્ધિ સુધીની યાત્રાના જીવંત સાક્ષી ડો.એ.કે.પટેલ સાથે રાજુભાઈ ધ્રુવની તોહભરી મુલાકાત

૧૯૮૪ લોકસભાની ચૂંટણીમાં સમગ્ર દેશમાં ભાજપે મેળવેલી ૨ બેઠકો પૈકી ગુજરાતમાંથી એકમાત્ર ચૂંટાયેલા ડો.શ્રી એ.કે.પટેલ સાથે સ્‍મરણોના સોનેરી તાંતણે બંધાયેલી એક ભાવપૂર્ણ મુલાકાત : અટલજી-અડવાણીજીના નેતળત્‍વમાં સંઘર્ષકાળથી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ હેઠળના નવા ભારત સુધીની રાજકીય યાત્રાના અનેક સંસ્‍મરણો થયા તાજાઃ ડો.એ.કે.પટેલ જેવા વરિષ્‍ઠ નેતાઓ નવી પેઢી માટે જીવંત ઇતિહાસ, સંઘર્ષની પાઠશાળા અને સંગઠનનિષ્ઠાની દીવાદાંડી સમાનઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટ, તા.૧: ભાજપ અગ્રણી તથા શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્‍યાણ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી રાજુભાઈ ધ્રુવે વિજાપુર ખાતે ૯૭ વર્ષીય વરિષ્ઠ રાજકીય નેતા ડૉ. એ.કે.પટેલના નિવાસસ્‍થાને શુભેચ્‍છા મુલાકાત લઈ તા.૫ ઓક્‍ટોબરે હેમુ ગઢવી હોલ ખાતે યોજાનારા અરવિંદભાઈ મણીઆરની જન્‍મજયંતિ નિમિત્તેના ભવ્‍ય સાંસ્‍કળતિક કાર્યક્રમ તથા સન્‍માન સમારોહ માટે હૃદયપૂર્વક આમંત્રણ પાઠવ્‍યું હતું.

ડૉ.અમળતલાલ કાળીદાસ પટેલ એટલે કે ડૉ.એ.કે.પટેલસાહેબ ગુજરાતના જાહેરજીવન અને ભારતીય જનસંઘ-ભાજપની લાંબી સંગઠનયાત્રાના એવા વરિષ્ઠ નેતા છે, જેમણે પોતાના જીવનના દાયકાઓ રાષ્‍ટ્રસેવા, સંગઠન અને જાહેરજીવન-લોકસેવાને સમર્પિત કર્યા છે. તા.૧ જુલાઈ, ૧૯૩૧ના રોજ જન્‍મેલા ડૉ.પટેલે અમદાવાદની પ્રતિષ્ઠિત બી.જે. મેડિકલ કોલેજમાંથી MBBSની તબીબી શિક્ષણ મેળવી લોકસેવાના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો.

ગુજરાતના રાજકારણમાં તેમણે વર્ષ ૧૯૭૫માં અપક્ષ ધારાસભ્‍ય તરીકે ચૂંટાઈને પોતાની લોકસેવાની રાજકીય યાત્રાનો પ્રારંભ કર્યો અને ત્‍યારબાદ વર્ષ ૧૯૮૦માં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્‍ય તરીકે ચૂંટાઈ આવ્‍યા. ધારાસભ્‍ય તરીકે બે ટર્મની જવાબદારી નિભાવ્‍યા બાદ તેમણે ભાજપ સંગઠન ગુજરાત અને રાષ્‍ટ્રીય રાજકારણમાં મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવી.

વર્ષ ૧૯૮૪થી ગુજરાતમાંથી લોકસભામાં ભાજપના એકમાત્ર સાંસદ તરીકે ચૂંટાઈને ડૉ.એ.કે. પટેલે રાષ્‍ટ્રીય રાજકારણમાં ગુજરાતનો અવાજ મજબૂત કર્યો. વર્ષ ૧૯૮૪, ૧૯૮૯, ૧૯૯૧, ૧૯૯૬ અને ૧૯૯૮ラઆ પાંચ લોકસભા ચૂંટણીમાં તેઓ ચૂંટાઈ આવ્‍યા અને અંદાજે ૧૫ વર્ષ સુધી લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્‍વ કર્યું. ત્‍યારબાદ વર્ષ ૨૦૦૦થી ૨૦૦૬ દરમિયાન રાજ્‍યસભાના સાંસદ તરીકે પણ તેમણે પોતાની સંસદીય જવાબદારી નિભાવી.

ડૉ.એ.કે. પટેલની રાષ્‍ટ્રીય રાજકીય કારકિર્દીમાં એક મહત્‍વપૂર્ણ અધ્‍યાય તરીકે સ્‍વ.અટલબિહારી વાજપેયીના પ્રધાનમંડળમાં આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ તથા રસાયણ અને ખાતર વિભાગના રાજ્‍યકક્ષાના પ્રધાન તરીકે માર્ચ ૧૯૯૮થી ઓગસ્‍ટ ૧૯૯૯ સુધીની જવાબદારીનો પણ સમાવેશ થાય છે. ગુજરાત ભાજપના સંગઠન ઘડતરમાં પણ ડૉ.પટેલનું યોગદાન ઐતિહાસિક રહ્યું છે. સંઘર્ષના દિવસોમાં જનસંઘના કાર્યકર તરીકે શરૂ થયેલી તેમની યાત્રાએ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવામાં મહત્‍વની ભૂમિકા ભજવી. પૂર્વ પ્રદેશ અધ્‍યક્ષ તરીકે પણ તેમણે સંગઠનને દિશા અને ગતિ આપવાનું કાર્ય કર્યું.

વિજાપુર ખાતેની આ મુલાકાત દરમિયાન જનસંઘના કપરા સંઘર્ષકાળથી લઈને ભારતીય જનતા પાર્ટીના વર્તમાન વૈભવ સુધીની સંગઠનયાત્રાની અનેક સ્‍મળતિઓ તાજી થઈ હતી. કટોકટીકાળ દરમિયાન મીસા હેઠળનો જેલવાસ, લોકશાહી માટેના સંઘર્ષના દિવસો તથા સંગઠનના નિર્માણ માટે કરાયેલા ત્‍યાગ અને સંઘર્ષની વાતોએ મુલાકાતને વિશેષ સ્‍મળતિમય બનાવી હતી.

આ પ્રસંગે આદરણીય સ્‍વ. અટલબિહારી વાજપેયીજી,આદરણીય શ્રી  લાલકળષ્‍ણ અડવાણીજી તથા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી સાથેના વિવિધ સંસ્‍મરણોની પણ વાતો થઈ હતી. વર્ષો સુધી રાષ્‍ટ્રજીવનના અનેક મહત્‍વપૂર્ણ તબક્કાઓને નજીકથી જોનાર ડૉ.એ.કે. પટેલે સંઘર્ષકાળની અનેક સ્‍મળતિઓ વાગોળતા ભૂતકાળ જાણે જીવંત બની ગયો હતો.

સ્‍વ.અરવિંદભાઈ મણીઆર અને ડૉ. એ.કે. પટેલ વચ્‍ચેના વર્ષો જૂના આત્‍મીય સંબંધોની સ્‍મળતિઓ પણ આ મુલાકાતમાં વિશેષરૂપે તાજી થઈ હતી. અરવિંદભાઈના જીવનકાર્ય, સંગઠન પ્રત્‍યેની નિષ્ઠા અને સંઘર્ષના દિવસોમાં સાથે કરેલી રાષ્‍ટ્રસેવાની વાતોએ મુલાકાતને લાગણીસભર બનાવી હતી. સ્‍વર્ગસ્‍થ આદરણીય શ્રી અરવિંદભાઈ મણિયાર તથા આદરણીય શ્રી એ કે પટેલસાહેબ ૧૯૭૫ માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાઈને ધારાસભ્‍ય બનેલા ત્‍યારના બેઉ મહાનુભાવોના ગાઢ આત્‍મીય સંબંધો રહયા છે. છેલ્લે ૧૯૮૩ માં ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપની અગત્‍યની બેઠક પૂર્ણ કરી છુટા પડ્‍યા અને કાળે સ્‍વ.શ્રી અરવિંદભાઈ મણીઆરને હમેંશને માટે છુટા પાડ્‍યા તેનું ઊંડું દુઃખ આજે પણ શ્રી એ કે પટેલસાહેબના હૈયે રહ્યું છે. શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્‍યાણ ટ્રસ્‍ટ દ્વારા તા. ૫ ઓક્‍ટોબરના રોજ હેમુ ગઢવી હોલ ખાતે યોજાનારા ભવ્‍ય સાંસ્‍કળતિક કાર્યક્રમમાં પધારવા માટે ડૉ.એ.કે. પટેલસાહેબને રાજુભાઈ ધ્રુવે હૃદયપૂર્વક આમંત્રણ આપ્‍યું હતું.

અરવિંદભાઈ મણીઆરના જીવનકાર્યના સાક્ષી અને તેમના સંઘર્ષના સહયાત્રી એવા ડૉ. એ.કે. પટેલનું જન્‍મજયંતિ નિમિત્તે સન્‍માન કરવાની ટ્રસ્‍ટની ભાવના પણ રાજુભાઈ ધ્રુવે વ્‍યક્‍ત કરી હતી. આ ભાવનાને ડૉ.પટેલ સાહેબે તોહપૂર્વક સ્‍વીકારી હતી. અરવિંદભાઈ મણીઆર અને ડૉ. એ.કે. પટેલ જેવા મૂલ્‍યનિષ્ઠ મહાનુભાવોની જીવનયાત્રા માત્ર રાજકીય ઇતિહાસનો એક અધ્‍યાય નથી, પરંતુ સંગઠન માટે તપસ્‍યા, રાષ્‍ટ્ર-લોકસેવા માટે સમર્પણ અને વિચાર માટે અડગ રહેવાની -ેરણાદાયી ગાથા છે.

જનસંઘના સંઘર્ષકાળમાં વિચારની જ્‍યોત પ્રજ્‍વલિત રાખનારા આ વરિષ્ઠ અગ્રણીઓ-કાર્યકરોના પરિશ્રમ, ત્‍યાગ અને સંકલ્‍પના પરિણામે આજે ભારતીય જનતા પાર્ટી વિશ્વના સૌથી મોટા રાજકીય સંગઠન તરીકે ઊભી છે. ડૉ. એ.કે. પટેલસાહેબ જેવા વરિષ્ઠ નેતાઓ નવી પેઢી માટે જીવંત ઇતિહાસ, સંઘર્ષની પાઠશાળા અને સંગઠનનિષ્ઠાની દીવાદાંડી સમાન છે. તેમની જીવનયાત્રા આપણને શીખવે છે કે વિચાર પ્રત્‍યેની નિષ્ઠા, રાષ્‍ટ્રસેવાનો સંકલ્‍પ અને સંગઠન પ્રત્‍યેનું સમર્પણ સમયની તમામ કસોટીઓ પાર કરીને આવનારી પેઢીઓને માર્ગદર્શન આપી શકે છે.

આવી ઋષિતુલ્‍ય વ્‍યક્‍તિઓની તપસ્‍યા અને કાર્યનિષ્ઠા-કર્તવ્‍યનિષ્ઠા જ ભારતીય જનતા પાર્ટીની વિચારયાત્રાને વિકાસયાત્રા માં પરિવર્તિત કરી લોકસેવા-રાષ્‍ટ્રસેવા સુધી લઈ જનાર અમૂલ્‍ય શક્‍તિ છે તેમ રાજુભાઇ ધ્રુવે ડો.એ કે પટેલસાહેબના પ્રેરણાદાયી વિચારો પ્રત્‍યે ઊંડા  આદરની લાગણી વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું છે.

(2:43 PM IST)