News of Tuesday, 3rd November 2026
મઢી ચોકમાં રાજુભાઇ ગોંડલીયાને અજાણ્યાસ્ત્રી-પુરૂષે ધોકાથી માર માર્યો
અહિ શું કામ બેઠો છો કહી ગાળો દઇ ધોલધપાટ કરી

રાજકોટ તા. ૩: ગાંધીગ્રામ નાણાવટી ચોકમાં રહેતાં રાજુભાઇ રામદાસભાઇ ગોંડલીયા (ઉ.વ.૫૦) નામના પ્રોૈઢ સવારે સાડા દસેક વાગ્યે હનુમાન મઢી ચોકમાં રહતાં ત્યારે અજાણ્યા પતિ-પત્નિએ ઝઘડો કરી ધોકાથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.
રાજુભાઇ મંડપ સર્વિસમાં મજુરી કરી ગુજરાન ચલાવે છે. તેના કહેવા મુજબ તે સવારે મઢી ચોકમાં બેઠા હતાં ત્યારે અજાણ્યા મહિલા, પુરૂષે તું અહિ શું કામ બેઠો છો? તેમ કહી ગાળો દેતાં ગાળો બોલવાની ના પાડતાં ધોકાથી માર માર્યો હતો. પોલીસે વધુત પાસ હાથ ધરી હતી
(3:47 PM IST)










