<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

દારૂ, ફ્રોડના ગુનામાં ફરાર રાકેશ ઉર્ફે લાલો અને અરૂણ પકડાયા

પેરોલ ફરલો સ્‍કવોડના પીઆઇ ગોહિલ, પીએસઆઇ ધાસુરાની ટીમોએ ભગવતીપરા અને મોરબીના શખ્‍સોને પકડયા

રાજકોટ તા. ૨૭: શહેરના બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનના દારૂના ગુનામાં અને સાયબર ક્રાઇમ પોલીસના ફ્રોડના ગુનામાં ફરાર બે શખ્‍સોને પેરોલ ફરલો સ્‍ક્‍વોડની ટીમે પકડી લીધા હતાં.

ભગવતીપરા ૨૫ વારીયામાં જયાબેનના મકાનમાં ભાડેથી રહેતો રાકેશ ઉર્ફે લાલો સુરેશભાઇ ગોહેલ (ઉ.વ.૩૭) બી-ડિવીઝનના દારૂના ગુનામાં ફારર હોઇ તેને અને સાત હાનુમા સોસાયટી લીલાપર રોડ મોરબી ખાતે રહેતો અરૂણ રાજેન્‍દ્રભાઇ રામાવત (ઉ.વ.૨૯) રાજકોટ શહેર સાબયર ક્રાઇમ પોલીસના ગુનામાં ફરાર હોઇ બંનેને ટેકનલીકલ એનાલિસીસ અને હ્યુમન સોર્સિસની મદદથી પકડી લેવાયા હતાં. ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પેરોલ ફરલોના પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ એસ. બી. ધાસુરા, એએસઆઇ ઝહીરખાન ખફીફ, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, રાજદિપસિંહ ગોહિલ, હેડકોન્‍સ. સિરાજભાઇ ચાનીયા, રાજદિપસિંહ ચોૈહાણ, રોહિતભાઇ કછોટ, અંકિતભાઇ નિમાવત, કોન્‍સ. અમીનભાઇ ભલુર, કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા, દોલતસિંહ રાઠોડે આ કામગીરી કરી હતી. (૧૪.૧૧)

 

(3:46 PM IST)