<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

કાલથી શ્રી સાત હનુમાનજી મંદિરે રામ ચરીત માનસ જ્ઞાન કથાનો પ્રારંભ

કથા દરમિયાન વિવિધ પ્રસંગોની શ્રઘ્‍ધાપૂર્વક ઉજવણી, રાંદલ માતાજીના લોટા અને મારૂતી યજ્ઞ સહિતના વિવિધ આયોજનો

રાજકોટઃ શહેરની ભાગોળે નવાગામ (આણંદપર) પાસે આવેલા શ્રી સાત હનુમાનજી મંદિરે તા.૨૪ નવેમ્‍બર ને મંગળવાર થી જબલપુર-ટંકારાના  મુકુંદદાસજી મહારાજના વ્‍યાસાસને રામચરીત માનસ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યુ છે. આવતી કાલે તા.૨૪ નવેમ્‍બર થી તા.૨ ડિસેમ્‍બર સુધી સવારે ૯ થી બપોરે ૧૨ અને બપોરે ૩ થી સાંજે ૬ વાગ્‍યા સુધી ભાવિકો કથા શ્રવણનો લાભ લઈ શકશે.તા.૨૪ બપોરે નવાગામ રામજી મંદિર ચોરેથી પોથીયાત્રા નિકળશે. તા. ૨૫ના રોજ શિવ વિવાહ, તા.૨૬ ૨ામજન્‍મોત્‍સવ, તા.૨૭ સીતા-રામજી વિવાહ, તા.૨૮ કેવટપ્રસંગ, તા.૨૯ ભરત મિલાપ (ચરણ પાદુકા પૂજા), તા.૩૦ નવધાભક્‍તિ, તા.૧ ડિસેમ્‍બર રામેશ્વર પૂજન અને તા.૨ને બુધવારે રામ રાજ્‍યાભિષેક સહિતના પ્રસંગો ધામધુમથી ઉજવાશે. આ દરમિયાન તા.૨૯ને રવિવારે સવારે ૭:૩૦ કલાકે થી રાંદલ માતાજીના ૧૦૮ લોટા, બપોરે ૧૧:૩૦ કલાકે ગોરણી પ્રસાદ અને સાંજે ૫:૩૦ થી ૭ સુધી આનંદનો ગરબો યોજાશે. તા.૨ ડિસેમ્‍બર બુધવારે સવારે ૭ થી બપોરે ૧૨ સુધી મારૂતી યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યુ છે. આ જ દિવસે કથા વિરામ પામશે. મહંત ત્રિભોવનદાસ મુળદાસ કુબાવત અને જગદીશદાસ મુળદાસ કુબાવતે ભાવિકોને કથા શ્રવણનો ધર્મલાભ લેવા ભાવભર્યુ આમંત્રણ પાઠવ્‍યુ છે

(2:42 PM IST)