News of Wednesday, 18th November 2026
ફૂલછાબ દ્વારા પૂ.મોરારીબાપુના વ્યાસાસને રામકથા
રામકથા અમારા માટે અનુષ્ઠાન સમાન : જવલંત છાયા ફૂલછાબ ટ્રસ્ટ રૂા. ૧૦૦૦ કરોડના બજેટથી વિદ્યાવૃક્ષ પ્રોજેકટ પ્રારંભ કરશે : નરેન્દ્ર ઝીણા ૯ થી ૧૭ જાન્યુઆરી રાજકોટમાં વિરાટ આયોજન : શુક્રવારે કાર્યાલયનું ઉદ્ઘાટનઃ આયોજનમાં રામકૃષ્ણ આશ્રમનો આધ્યાત્મિક સહયોગ

‘ફૂલછાબ' આયોજિત પત્રકાર પરિષદની તસ્વીરમાં ‘ફૂલછાબ' પરિવારના જવલંતભાઇ છાયા, નરેન્દ્રભાઇ ઝીબા, વિપુલભાઇ રાઠોડ, મયંકભાઇ મહેતા દર્શાય છે. (૪.૧૧)
રાજકોટ, તા., ૧૮ : રાજકોટના આંગણે ૨૦૨૭ના વર્ષના આરંભે શ્રી મોરારિબાપુના મુખે રામકથાનું આયોજન થઈ રહ્યું છે. સૌરાષ્ટ્રનું લોકપ્રિય, લોકલક્ષી એવું ૧૦૬ વર્ષ જુનું વર્તમાનપત્ર ફૂલછાબ આયોજન કરી રહ્યું છે. ફૂલછાબ આયોજિત આ રામકથા સૌરાષ્ટ્ર ટ્રસ્ટ- જન્મભૂમિ અખબાર જૂથની રામકથા છે. દેશની સ્વતંત્રતાના સમયથી સમાજને સમર્પિત વર્તમાનપત્ર જૂથ સમાંતરે જનજાગળતિનું કામ કરતું આવ્યું છે. કુદરતી કે માનવ સર્જિત આપદા વખતે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ- ફૂલછાબ અડીખમ ઊભાં રહ્યાં છે. રામકળષ્ણ મિશન રાજકોટને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. તે નિમિત્તે આ સંસ્થા પણ કથામાં જોડાઈ રહી છે. આ કથા પણ એવા જ એક મોટી યોજનાનું આરંભબિંદુ બનશે. કથાના કાર્યાલયનું ઉદઘાટન તા. ૨૦ નવેમ્બરે રાજકોટના મેયર ડો. નેહલ શુક્લના હસ્તે થશે.
આ અવસરે સાંસદ પરસોત્તમ રુપાલા, ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, રમેશભાઈ ટિલાળા, ઉદય કાનગડ, જાણીતા શિક્ષણવિદ ડો. નિદ્ત બારોટ, ડો. હેમાંગ વસાવડા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, ભાજપના સૌરાષ્ટ્ર કચ્છના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
પત્રકારોને વિગતો આપતા ફૂલછાબના તંત્રી જ્વલંતભાઈ છાયા અને મેનેજર નરેન્દ્ર ઝીબા એ જણાવ્યું હતું કે ૨૦૨૫ ની બીજી ઓક્ટોબરે ફૂલછાબ એવોર્ડ સમારોહમાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીએ પોતાના વક્તવ્યમાં મોરારિબાપુને એક રામકથા ફૂલછાબને આપવા અનુરોધ કર્યો હતો. બાપુએ ત્યારે જ તેનો સ્વીકાર કર્યો હતો. જૂન ૨૦૨૬માં મોરારિબાપુએ રાજકોટમાં ફૂલછાબની રામકથાની તારીખ પણ આપી દીધી હતી.
આ રામકથા તા. ૯ મી જાન્યુઆરી, શનિવારથી ૧૭ જાન્યુઆરી ૨૦૨૭, રવિવાર દરમિયાન રેસકોર્ષના મેદાન ખાતે યોજાશે. કથા બાદ દરરોજ ભોજન પ્રસાદ હોય તે તો મોરારિબાપુની રામકથાની પરંપરા છે. કથાની સાથે જ સાંજે વિવિધ સાંસ્કળતિક કાર્યક્રમ યોજાશે જેની વિગતો હવે જાહેર થશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં શિક્ષણ ક્ષેત્રે પરંપરા અને પ્રગતિના સેતુ સમાન એક વિશેષ પ્રકલ્પ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ હાથ ધરી રહ્યું છે જેનું નામ વિદ્યાવળક્ષ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગામડાંમાં શિક્ષણનો વ્યાપ, તેને લગતી આધુનિક સુવિધા- સવલતોની શરુઆત સહિતની બાબતોનો સમવેશ થાય છે.
રૂા. ૧૦૦૦ કરોડના અંદાજિત બજેટના આ પ્રકલ્પ માટે સમાજના શ્રેષ્ઠિઓને પણ જોડાવા માટે ટ્રસ્ટ આહ્વાન કરશે. અંતરિયાળ વિસ્તારમાં પણ બાળકોને એઆઈ જેવી આધુનિક પદ્ધતિનો લાભ મળે તે આ પ્રકલ્પનો મુખ્ય હેતુ છે. આ પરિયોજના સૌરાષ્ટ્ર ટ્રસ્ટની છે. આજીવન વ્યાપક સ્વરુપે એક શિક્ષકની ભૂમિકામાં કામ કરતા મોરારિબાપુની રામકથા પણ એક પ્રકારે લોકશિક્ષણનું માધ્યમ છે. તેથી શિક્ષણના આ પ્રકલ્પનો આરંભ આ કથાથી થશે. સૌ ટ્રસ્ટીગણના માર્ગદર્શનમાં ફૂલછાબ, જન્મભૂમિ અને કચ્છમિત્ર અખબારની ટીમ, વિવિધ સહયોગી સંસ્થાઓ તૈયારી કરી રહી છે.
દેશવ્યાપી ફલક ધરાવતી આધ્યાત્મિક સંસ્થા રામકળષ્ણ મિશનના રાજકોટ મંદિરને ફેબ્રુઆરી ર૦ર૭ માં ૧૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આશ્રમે મોરારિબાપુ પાસે કથા માગી હતી પરંતુ બાપુએ કહ્યું કે કથા તો ફૂલછાબને અપાઈ ગઈ છે. પછી તેમણે જ આશ્રમના સંતોને કહ્યું કે ફૂલછાબને જો વાંધો ન હોય તો તમે તમારું નામ જોડી શકો. આશ્રમના આ પ્રસ્તાવને સૌરાષ્ટ્ર ટ્રસ્ટે સ્વીકાર્યો. આ કથા ફૂલછાબની- સૌરાષ્ટ્ર ટ્રસ્ટની છે. ઠાકુર રામકળષ્ણ પરમહંસની દિવ્ય ચેતના સમાન રામકળષ્ણ આશ્રમ રાજકોટ તેમાં આધ્યાત્મિક સહયોગ કરી રહ્યો છે.
દરરોજ ભોજન, વિવિધ કાર્યક્રમો
રાજકોટમાં ફૂલછાબની રામકથામાં પણ અન્ય કથાઓની જેમ બપોરે ભોજન-પ્રસાદ તમામ શ્રોતાઓ માટે રહેશે. રોટલો ખાઈને જ જજો તેવો અનુરોધ બાપુનો દરેક કથામાં હોય છે. આ કથામાં પણ ભોજન પ્રસાદ રહેશે. ઉપરાંત સાંજે વિવિધ સાંસ્કળતિક કાર્યક્રમોનું આયોજન થશે જેનું આયોજન અંતિમ તબક્કામાં છે.
(3:52 PM IST)










