<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

રૈયાધારના રામાભાઇ મકવાણા ગૂમઃ જોવા મળે તો યુનિવર્સિટી પોલીસને જાણ કરવી

રાજકોટ તા. ૪: રૈયાધાર મંછાનગર ટાઉનશીપ બ્‍લોક નં. એ, રૂમ નં. ૩૦૪માં ત્રીજા માળે રહેતાં રામાભાઇ મગનભાઇ મકવાણા (ઉ.વ.૮૪) નામના વૃધ્‍ધ ૨૨/૩/૨૬ના રોજ ઘરેથી સવારે નીકળ્‍યા બાદ ગૂમ થયા છે. તેમના જમણા હાથના કાંડા ઉપર ઘડીયાળ ત્રોફાવેલી છે તેમજ રામાભાઇ અને અનુબેન ત્રાફાવેલુ છે. એકલા ઘરેથી નીકળી ગયા બાદ લાપતા છે. આ અંગે તેમના પત્‍નિ અનુબેને યુનિવર્સિટી પોલીસમાં જાણ કરી હતી. કોઇને જોવા મળે તો પોલીસને ૬૩૫૯૬ ૨૭૩૩૫ ઉપર જાણ કરવી. વધુ તપાસ એએસઆઇ વિરેન્‍દ્રસિંહ ડી. ઝાલા ચલાવી રહ્યા છે.

(4:39 PM IST)