<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

સરદાર વલ્લભભાઈ પટેલને શ્રધ્‍ધાંજલી અર્પતા રામભાઈ મોકરીયા

રાજકોટ, તા.૨: દેશની એકતા, અખંડિતતા અને રાષ્‍ટ્રીય સ્‍વાભિમાનના પ્રખર પ્રહરી, ભારતના લોહપુરુષ અને અખંડ ભારતના શિલ્‍પી એવા મહાન રાષ્‍ટ્રપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મજયંતિ નિમિત્તે પૂર્વ સંસદ સભ્‍ય  રામભાઈ મોકરીયાએ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્‍પહાર અર્પણ કરી ભાવભેર વંદન કર્યું હતું. આ પ્રસંગે રામભાઈ મોકરીયાએ જણાવ્‍યું કે, સરદાર વલ્લભભાઈ પટેલ માત્ર એક મહાન સ્‍વાતંત્ર્ય સેનાની કે રાજકીય નેતા હતા તેમજ ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક સમાન રાષ્‍ટ્રનાયક હતા. સ્‍વતંત્રતા બાદ દેશના વિવિધ રજવાડાઓને એક ભારતના રાષ્‍ટ્રભાવ સાથે જોડીને અખંડ ભારતના નિર્માણમાં સરદાર સાહેબે ભજવેલી ઐતિહાસિક ભૂમિકા સદીઓ સુધી દેશવાસીઓ માટે પ્રેરણાષાોત બની રહેશે.

રાજ્‍ય સભાના પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્‍યું કે, આજે જ્‍યારે ભારત વિકાસ અને વૈશ્વિક પ્રગતિના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યું છે ત્‍યારે સરદાર સાહેબના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના વિચારને આત્‍મસાત કરીને રાષ્‍ટ્રની એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતાને વધુ મજબૂત બનાવવીએ દરેક નાગરિકની જવાબદારી બને છે. સરદાર સાહેબનું જીવન ભારતની એકતા માટેનું અખંડ પ્રેરણાષાોત છે અને તેમનું રાષ્‍ટ્રનિર્માણનું સ્‍વપ્‍ન સાકાર કરવું એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે.

(2:57 PM IST)