તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
કેન્દ્રીય મંત્રી સાથે રામભાઇની મુલાકાત

રાજકોટ સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રો. એસ.પી. સિંહ બઘેલજીની પૂર્વ સંસદ સભ્ય રામભાઈ મોકરીયા સાથે આત્મીય શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી.
મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે દેશ તથા ગુજરાતના વર્તમાન વિકાસલક્ષી મુદ્દાઓ સાથે ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો, પશુપાલકો, ડેરી ક્ષેત્ર, ગ્રામ્ય વિકાસ અને પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અંગે સકારાત્મક ચર્ચા અને વિચારોનું આદાન-પ્રદાન થયું હતું. શ્રી રામભાઈ મોકરીયાએ સૌરાષ્ટ્રના પશુપાલકો તથા ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો અંગે કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રીનું ધ્યાન દોર્યું હતું. બઘેલજીએ પણ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ વધુમાં વધુ ખેડૂતો અને પશુપાલકો સુધી પહોંચે તે દિશામાં સકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો હતો. આ શુભેચ્છા મુલાકાત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી અને ગુજરાત તથા ખાસ કરીને સૌરાષ્ટ્રના વિકાસ માટે પરસ્પર સહયોગ તથા સંકલનને વધુ વેગ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
(3:05 PM IST)










