<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

આર્થિક ભીંસને લીધે રમેશભાઇ તેરૈયાનો ઝેરી દવા પી આપઘાત

જસદણના જીવાપર ગામના કરિયાણાના વેપારીએ રાજકોટમાં સારવારમાં દમ તોડયો

રાજકોટ તા. ૨: જસદણના જીવાપર ગામે રહેતાં રમેશભાઇ વશરામભાઇ તેરૈયા-રાજગોર બ્રાહ્મણ (ઉ.વ.૫૨) સવારે છએક વાગ્‍યે ઝેરી દવા પી જતાં આટકોટ કે. ડી. પરવાડીયા હોસ્‍પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

આપઘાત કરનાર રમેશભાઇ તેરૈયા ત્રણ ભાઇ અને એક બહેનમાં નાના તથા અપરિણીત હતાં. તે કરિયાણાની દુકાન ચલાવતાં હતાં. હાલમાં ધંધો બરાબર ચાલતો ન હોઇ આર્થિક ભીંસ ઉભી થતાં કંટાળી જઇ આ પગલુ ભર્યાનું સગાએ કહ્યું હતું. તેઓ સવારે ભાવનગર પોતાની દવા લેવા જઇ રહ્યા છે તેમ કહીને ઘરેથી નીકળ્‍યા બાદ ગામના બસ સ્‍ટેશન પાસે ઝેરી ટીકડીઓ પી ગયા હતાં. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આટકોટ પોલીસને જાણ કરી હતી

(3:38 PM IST)