<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

રમેશભાઇ ટીલાળા અને શાપર વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસો. દ્વારા શનિવારે નિઃશુલ્‍ક નેત્ર નિદાન કેમ્‍પ

કેશુભાઇ મહેતા આંખની હોસ્‍પિટલના તબીબો સેવા આપશેઃ રજીસ્‍ટ્રેશન શરૂ

 રાજકોટઃ ધારાસભ્‍ય શ્રી રમેશભાઈ ટીલાળા અને શાપર વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશનના સંયુક્‍ત ઉપક્રમે શાપર ખાતે નિઃશુલ્‍ક નેત્ર નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કેમ્‍પમાં એસોસિએશનના પ્રમુખ શ્રી અમળતભાઈ એમ. ગઢીયા, ડૉ. પીન્‍ટુ પાડલીયા, શ્રી પોપટભાઈ કાછડીયા તથા એસોસિએશનના સભ્‍યો સહયોગ મળેલ હોવાનું યાદીમાં જણાવાયું છે. કેશુભાઈ મહેતા આંખની હોસ્‍પિટલની ટીમના તબીબો ડો. અજયભાઇ મહેતાના માર્ગદર્શન હેઠળ સેવાઓ આપશે.

આયોજનને સફળ બનાવવા ધારાસભ્‍ય ડૉ. દર્શિતાબેન શાહ, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અલ્‍પેશભાઈ ઢોલરીયા, ડૉ. અમિતભાઈ હાપાણી, રાજકોટ જિલ્લા ભાજપ અગ્રણી શ્રી નિલેશભાઈ દોશી, ડૉ. ડી. જી. પટેલ તથા શ્રી સાગર તોતલાણી સહિતની આયોજન સમિતિ સક્રિય સહયોગ આપી રહી છે. ડૉ. અજય મહેતા અને ડૉ. તેજલ મહેતાના માર્ગદર્શન હેઠળ કેશુભાઈ મહેતા આંખની હોસ્‍પિટલની ટીમ તબીબી સેવાઓ આપશે.

આ કેમ્‍પ તા. ૨૮ ને શનિવાર સવારે ૧૦ વાગ્‍યે શાપર વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશન, ટીલાળા ગેટની અંદર, શાપર ખાતે યોજાશે. નિષ્‍ણાત નેત્રરોગ તબીબો દ્વારા આંખોની તપાસ, નિદાન અને  માર્ગદર્શન આપવામાં આવશે. જરૂરિયાતમંદ દર્દીઓ માટે વિનામૂલ્‍યે મોતિયાનું ઓપરેશન તથા નેત્રમણી (લેન્‍સ) આરોપણની સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવશે. ચશ્‍માંનું વિનામૂલ્‍યે વિતરણ કરાશે. નિઃશુલ્‍ક રજિસ્‍ટ્રેશન તથા વધુ માહિતી માટે મો. ૮૯૮૦૯ ૦૩૦૩૪ તેમજ  સાગર તોતલાણીઃ+૯૧ ૬૩૦૧૭ ૮૯૬૧૧ નો સંપર્ક કરી શકાશે.

(2:57 PM IST)