<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

રાજકોટના દારૂના ૩ ગુન્‍હામાં વોન્‍ટેડ આરોપીને રેન્‍જની ટીમે ઝડપી લીધો

રાજકોટ તા. ૪: રાજકોટના દારૂના ત્રણ ગુન્‍હામાં વોન્‍ટેડ આરોપીને રાજકોટ રેન્‍જની ટીમે ઝડપી લીધો હતો.

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્‍ત રાય રાજકોટના દ્વારા નાસતા-ફરતા  આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્‍વયે રાજકોટ રેન્‍જના પોલીસ ઇન્‍સપેક્‍ટર  અપૂર્વ પટેલના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્‍જના પોલીસ સબ ઇન્‍સ. પી. એન. મોરી, બી. સી. મીયાત્રા, સી. એમ. કાંટેલીયા તથા સ્‍ટાફ  નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા હ્યુમનસોર્સનો ઉપયોગ કરી જરૂરી ટેકનીકલ એનાલીસીસ કરી વર્કઆઉટ કરી રહેલ હતા. તે દરમ્‍યાન સ્‍ટાફના ધર્મેન્‍દ્રસિહ વાઘેલા, યોગેન્‍દ્રસિહ ચુડાસમા, રાજદીપસિહ ઝાલા તથા ફતેસંગ પરમારને મળેલ હકિકત આધારે પો.સ.ઇ.બી.સી.મીયાત્રા તથા ડ્રાઇવર દિનેશભાઇ ગઢવીની સાથે રાજકોટ શહેરના ડી.સી.બી. પો.સ્‍ટે.  કુલ ત્રણ ગુન્‍હાઓમાં નાસતા-ફરતા આરોપી વનરાજ માણભાઇ જાતવડા રહે.ખાટડી તા.ચોટીલા જી.સુરેન્‍દ્રનગરને ચોટીલા હાઇ-વે આણંદપર ચોકડી પાસેથી પકડી પાડી સુરેન્‍દ્રનગર જિલ્લાના આણંદપુર પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્‍ટેશનને જાણ કરવામાં આવેલ છે. 

(2:15 PM IST)