તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 3rd November 2026
રાજવિદ્યાલયમાં રંગોળી સ્પર્ધા

દર વર્ષની જેમ આ વર્ષે પણ પોપટપરામાં આવેલ રાજ પ્રા. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ‘રંગોળી સ્પર્ધા'નું આયોજન કરેલ. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ. રંગોળી સ્પર્ધામાં પ્રથમ નંબર સીતાપરા વનરાજ તેમજ બીજા નંબરે સીતાપરા પ્રિન્સને જાહેર કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સંચાલક રાજેનભાઇ કે. સિંધવ, યુ.આર. મેનોન, પ્રશાંતભાઇ આર. સિંધવ, હિરેનભાઇ ટંકારીયા, વિજયભાઇ ચાવડીયા, પારસભાઇ આર. સિંધવ, રાહુલભાઇ, વિકાસભાઇ, પાર્થભાઇ, ભરતભાઇ, પ્રિયાંશુ, કરણ, ધ્યાન્સુ તેમજ શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી.
(2:14 PM IST)










