<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

મહાત્‍મા ગાંધી ટ્રસ્‍ટ સંચાલિત શાળાનાં વિદ્યાર્થીઓ માટે યોજાઇ રંગોળી સ્‍પર્ધા, દિવડા શણગાર સ્‍પર્ધા

 

રાજકોટ : ભારતીય સંસ્‍કળતિ અને પરંપરા જીવંત રાખવાની સાથે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત સર્જનાત્‍મક પ્રતિભાને પ્રોત્‍સાહન મળે અને કલાત્‍મક અભિવ્‍યક્‍તિનો અવસર પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી મહાત્‍મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્‍ટ સંચાલિત વિવિધ પ્રાથમિક, માધ્‍યમિક, ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે દિપોત્‍સવી પર્વ નિમિતે રંગોળી સ્‍પર્ધા, દિવડા શણગાર સ્‍પર્ધા તથા દિવાળી કાર્ડ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે સંસ્‍થાના મેનેજિંગ ટ્રસ્‍ટી ડો. અલ્‍પનાબેન ત્રિવેદી, ટ્રસ્‍ટી ડો. યજ્ઞેશભાઈ જોષી તથા સંસ્‍થાની વિવિધ શાળા-કોલેજોનાં આચાર્યશ્રીઓ ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીઓની કલાત્‍મક કળતિઓ નિહાળી હતી અને તેમને પ્રોત્‍સાહિત કર્યા હતા. સ્‍પર્ધામાં નિર્ણાયકશ્રી તરીકે સર્વ પારુલબેન રાવલ, મીરાબેન ત્રિવેદી, મિતલબેન છાયા, જ્‍યોતિબા રાણા, હાર્દિકાબેન પૈડા, દિપાબેન પૈડા વિગેરેએ અમૂલ્‍ય સેવાઓ આપેલ હતી. આ તમામ સ્‍પર્ધાઓમાં સંસ્‍થાની વિવિધ શાળાઓના કુલ ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લઈ પોતાની કલાત્‍મક પ્રતિભા અને સર્જનાત્‍મકતા પ્રદર્શિત કરી હતી.

ટ્રસ્‍ટ દ્વારા યોજાયેલ વિવિધ સ્‍પર્ધાઓ અંતર્ગત રંગોળી સ્‍પર્ધામાં પ્રાથમિક વિભાગમાં રાવ માહિ, શાહ અંજલી, પ્રજાપતિ વિરાજ, ગોહેલ નયના, ભાદુ સનાયા. માધ્‍યમિક વિભાગમાં દાવડા પ્રિયાંશી, વિશ્વકર્મા આસ્‍થા, ચાવડા જયમીકા, દાફડા ગીતાંજલી, ખ્રીસ્‍તી ઈશીકા. ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગમાં સેનાપતિ રેશ્‍મા, રાઠોડ ખુશી, મીઠાપરા પૂજા, ગોહેલ ધાર્મી, હથીયારી નકીયા. દિવડા શણગાર સ્‍પર્ધામાં પ્રાથમિક વિભાગમાં રોમ મન્ના, ગોહેલ દેવ, ચૌહાણ અક્ષત, જાજર ડેનીરા, મકવાણા શ્રધ્‍ધા. માધ્‍યમિક વિભાગમાં બિંદ ચાંદની, પીપલાવા તળષા, ગોહેલ ધ્રુવી, જયદીપ, ગોહેલ દક્ષ, સોલંકી દીયા. ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગમાં નાગર હેમાંગી, પરમાર સંજના, ઝરીયા નમ્રતા, ગુજરાતી એશા, ગોડ જાગળતિ. દિવાળી કાર્ડ સ્‍પર્ધામાં પ્રાથમિક વિભાગમાં અંસારી રુકૈયા, દાફડા સાગર, મકવાણા જૈમીન. માધ્‍યમિક વિભાગમાં વાઘેલા શ્રીજી, કુમારી પલક, ગુજરાતી યુવરાજ, પુંજાણી મોઈન. ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગમાં કુસ્‍વાહા મહેક, મૌલવી ફાતેમા, જેઠવા દિપક વિગેરે વિદ્યાર્થીઓ વિજેતા જાહેર થયેલ હતા. તમામ સ્‍પર્ધાઓમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરી સન્‍માનિત કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન સંસ્‍થાના મેનેજિંગ ટ્રસ્‍ટી ડો. અલ્‍પનાબેન ત્રિવેદીનાં માર્ગદર્શન હેઠળ સદ્દગુરૂ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ડો. તળપ્તિબેન જોષી તથા તેમના સમગ્ર સ્‍ટાફ પરિવારે જહેમત ઉઠાવેલ હતી.

(4:23 PM IST)