તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
અપુરતા પાણી પૂરવઠા અંગે રંગોલી પાર્કના રહેવાસીઓ દ્વારા વિરોધ
દૈનિક અપાતા પાણી વિતરણ અંગે આરએમસીનો દાવો પોકળ

રાજકોટ, તા.૩: રંગોલી પાર્ક મુખ્યમંત્રી ગળહ યોજનામાં અપૂરતા પાણી પુરવઠા અને પ્રશાસનના ખોટા દાવાઓ અંગે જનજાગળતિ અને વિરોધ સાથે પુરૂનું પાણી આપવાની સ્થાનિક રહેવાસીઓએ માંગણી કરી છે.
રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના અધિકારીઓ અને વાસ્તવિક ગ્રાઉન્ડ રિપોર્ટ વચ્ચે પાણીના જથ્થાને લઈને બહુ મોટો વિરોધાભાસ સામે આવ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
તાજેતરમાં મીડીયા સાથેની વાતચીતમાં RMC ના જવાબદાર અધિકારીએ એવો દાવો કર્યો હતો કે મહાનગરપાલિકા દ્વારા રંગોલી પાર્ક સોસાયટીની મુખ્યમંત્રી ગળહ યોજનામાં દૈનિક ૧.૭૫ લાખ લીટર (૧,૭૫,૦૦૦ લીટર) પાણી સપ્લાય કરવામાં આવી રહ્યું છે.
આ સરકારી દાવાઓની પોલ ત્યારે ખુલી ગઈ જ્યારે રંગોલી પાર્કના જ પંપમેને જાહેરમાં સત્ય સ્વીકારતા જણાવ્યું કે સોસાયટીને વાસ્તવિક રીતે માત્ર ૭૫,૦૦૦ થી ૮૦,૦૦૦ લીટર જેટલું જ પાણી મળી રહ્યું છે. અધિકારીઓના કાગળ પરના મોટા આંકડા અને ગ્રાઉન્ડ લેવલ પર મળતા અડધા પાણી વચ્ચેની આ વિસંગતતા પ્રશાસનની ઘોર બેદરકારી અથવા મીડિયાને ગેરમાર્ગે દોરવાનો જીવતો જાગતો પુરાવો છે.
પાણી એ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે. મુખ્યમંત્રી ગળહ યોજનાના સેંકડો પરિવારો ઉનાળા અને સામાન્ય દિવસોમાં પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે, ત્યારે પ્રશાસન દ્વારા માત્ર કાગળ પર પુરો પુરવઠો બતાવીને સંતોષ માનવામાં આવી રહ્યો છે. બાકીનું અડધાથી વધુ પાણી કયાં ગાયબ થઈ જાય છે? અથવા કઈ લાઈનમાં વેડફાઈ જાય છે? તેની તાકીદે તપાસ થવી અનિવાર્ય છે.
રાજકોટ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને કમિશનરશ્રીને રંગોલી પાર્કના લોકો વતી અપીલ કરીએ છીએ કે આ ગંભીર બાબતની તાત્કાલિક નોંધ લેવામાં આવે. જવાબદાર અધિકારીઓ અને પંપમેનની હાજરીમાં રૂબરૂ માપણી (વોટર ઓડિટ) કરવામાં આવે અને રંગોલી પાર્કના રહીશોને તેમના હકનું પૂરતું ૧.૭૫ લાખ લીટર પાણી નિયમિતપણે મળે તેવી વ્યવસ્થા તાકીદે કરવામાં આવે. જો આ મામલે વહેલી તકે યોગ્ય પગલાં નહીં લેવાય તો રહીશો દ્વારા ઉગ્ર આંદોલનની ફરજ પડશે. તેમ રહેવાસીઓની યાદીમાં જણાવાયું છે.
(2:29 PM IST)










