<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

ગેરેજે જઇ રહેલા ભગવતીપરાના રશીદબીન રિક્ષામાં બેભાનઃ મોત

મક્કમ ચોકમાં તબીયત બગડીઃ સારવારમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૨: ભગવતીપરા મેઇન રોડ પર સદ્દગુરૂ પાર્ક મસ્‍જીદ પાસે રહેતાં રશીદબીન અલીબીન તામીમી (ઉ.વ.૪૪) સવારે નવેક વાગ્‍યે રિક્ષામાં બેસીને ગોંડલ રોડ પર આવેલા પોતાના ગેરેજ ખાતે જઇ રહ્યા હતાં ત્‍યારે મક્કમ ચોકમાં તબીયત બગડતાં રિક્ષામાં જ બેભાન થઇ જતાં સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં માતમ છવાઇગયો હતો.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કરત)ં એ-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. મૃતયુ પામનાર ત્રણ બહેન અને બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. હૃદય રોગનો હુમલો આવી ગયાની શક્‍યતા જણાવાઇ હતી. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્‍ટમોર્ટમ કરાવી જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:50 PM IST)