<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

બુધવારે સમસ્‍ત કોળી સમાજના રાસોત્‍સવ

વિજેતાઓને ઇનામોઃ યુ-ટયુબર્સ તેમજ ગાયક કલાકારો આયોજનમાં ભાગ લેશે

રાજકોટઃ સમસ્‍ત કોળી સમાજ  એકતા કુમ-કુમ અને વૈભવી રાસોત્‍સવ દ્વારા કોળી ઠાકોર રાસોત્‍સવનું આયોજન તા.૨૧ બુધવાાર સાંજે ૬:૩૦ કલાકે ચુંવાળીયા, તળપદા, ઘડીયા સમસ્‍ત કોળી જ્ઞાતિના સમુહ રાસોત્‍સવનું વૃંદાવન રાસોત્‍સવ ગ્રાઉન્‍ડ, ૧૫૦ ફુટ રીંગરોડ, નાનામોૈવા સર્કલ, પ્રતિલોક પાર્ટી પ્‍લોટની સામે કરવામાં આવ્‍યુ છે.

કોળી સમાજ દ્વારા રાસોત્‍સવમાં કોમેડી સ્‍ટાર, યુ-ટયુબર્સ તેમજ ગાયક કલાકારો સાથે મળીને રાસોત્‍સવમાં રંગ જમાવશે. સમાજના આગેવાનો, રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, બિલ્‍ડરો, વિ. ઉપસ્‍થિત રહેશે. રાસોત્‍સવમાં પ્રિન્‍સ-પ્રિન્‍સેસ, વેલડ્રેસ વિજેતા ખેલાડીઓને સાઓને ટ્રોફી અને સરપ્રાઇઝ ગીફટ આપવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્‍ય આયોજક કાજલબેન સાકરીયા, પિન્‍ટુભાઇ મેમરીયા, રાસોત્‍સવના સારથી કલ્‍પેશભાઇ બાવરીયા, નંદનિબેન સાકરીયા, અમીતભાઇ ધોળકીયા જહેમત ઉઠાવી રહ્યા છે. આ રાસોત્‍સવના પાસ તા.૨૧ બુધવારે સાંજે ૬ કલાકે સ્‍થળ પરથી તેમજ આયોજકો પાસેથી મળશે. તસ્‍વીરમાં સુરેશભાઇ જાંબુકીયા, કલ્‍પેશભાઇ બાપરીયા, પિન્‍ટુભાઇ મેમરીયા, અમીતભાઇ ધોળકીયા, ભરતભાઇ કુમરપાણીયા, હિતેષભાઇ ઐઘાણી, મીનાબેન જાદવ, ભારતીબેન રોજીલા, ગણપતભાઇ ચોૈહાણ, ઉમિયાબેન ઓધાણી, વિનોદભાઇ રોજીલા, કેતનભાઇ ગોહેલ,ભાવનાબેન ડોડિયા અને જગદીશભાઇ જાદવ નજરે પડે છે.

(3:03 PM IST)