<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

વાછકપર બેડીના રતિભાઇએ કાગદડીના પાટીયે હાથે-શરીરે બ્‍લેડથી છેકા માર્યા

પશુપાલક સાથે કામ કરતાં સગીર દિકરાને હવે ભણાવવો છે પણ પશુપાલક તેને આવવા દેતાં ન હોઇ પગલુ ભર્યાનું કથન

રાજકોટ તા. ૧૦: બેડી ગામના આધેડનો સગીર દિકરો કાગદડી ગામે એક શખ્‍સ ભેગો પશુપાલનનું કામ કરતો હોઇ હવે આ આધેડ દિકરાને ભણાવવા ઇચ્‍છતા હોઇ પણ પશુપાલક તેને આવવા દેતો ન હોઇ જેથી આ આધેડે પોતાના હાથ-શરીરે બ્‍લેડથી કાપા મારી લેતાં સારવાર લેવી પડી છે.

જાણવા મળ્‍યા મુજબ રાજકોટ મોરબી હાઇવે પર આવેલા વાછકપર બેડી ગામે રહેતાં રતિભાઇ દાનભાઇ વાંજા (ઉ.વ.૪૫) નામના આધેડે સવારે અગીયારેક વાગ્‍યે કાગદડીના પાટીયે પોતાની જાતે હાથ પર અને શરીર પર બ્‍લેડની છરકા મારી લેતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયેલ છે. રતિભાઇ પોતે પરિવારના એકના એક આધાર છે. સંતાનમાં ત્રણ દિકરા છે અને મજુરી કરી ગુજરાન ચલાવે છે. તેણે જણાવ્‍યું હતું કે સાત વર્ષ પહેલા પત્‍નિ ચકુબેનનું કાળીપાટ પાસે એસટી બસની ઠોકરે મોત થયું હતું. હાલમાં તેનો એક સગીર વયનો દિકરો કાગદડીના નવઘણ સામે માલઢોર ચારવામાં મદદ કરવાનું કામ કરે છે. તેના દિકરાને હવે પોતે ભણાવવા ઇચ્‍છે છે. પણ નવઘણ તેને ત્‍યાંથી આવવા દેતો ન હોઇ જેથી કંટાળી જઇ પોતે બ્‍લેડથી છરકા કરી લીધા હતાં. આ બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કુવાડવા રોડ પોલીસને કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:26 PM IST)