તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
ટીમ દેવ કોરડીયા દ્વારા રત્નાકરજીનો આતિથ્ય સત્કાર

રાજકોટઃ પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી રત્નાકરજીએ પ્રવાસ વખતે બેડી ચોકડીથી માલીયાસણ વચ્ચે આવેલ રાઘવ રેસ્ટોરન્ટ ખાતે શુભેચ્છા મુલાકાત લીધેલ હાજર કાર્યકરોને રત્નાકરજીના અમુલ્ય માર્ગદર્શન , પ્રેરણાદાયી વિચારો અને દીર્ઘ સંગઠનાત્મક અનુભવમાંથી ઘણુ શીખવા અને સમજવાનો અવસર મળ્યો. આ મુલાકાત પ્રસંગે રાઘવ રેસ્ટોરન્ટના સંચાલક રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ દેવ કોરડીયા, જિલ્લા ભાજપ મંત્રી શૈલેષ અજાણી, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ કેયુર ઢોલરીયા, યુવા મોરચાના મહામંત્રી કિશન ઠુમર, તાલુકાના મહામંત્રી વિપુલ બસીયા વગેરે ઉપસ્થિત રહયા હતા.
(2:26 PM IST)










