તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
બી-ડિવીઝન પોલીસના દારૂના ગુનામાં છ મહિનાથી ફરાર રવિરાજ પકડાયો
એલસીબી ઝોન-૨ પીએસઆઇ એમ. કે. મોવલીયા અને ટીમે જગદીશસિંહ, હિતેષભાઇ, રવિરાજભાઇની બાતમી પરથી પકડયો

રાજકોટ તા. ૨૭: અલગ અલગ ગુનાઓમાં ફરાર શખ્સોને શોધી કાઢવાની ઝુંબેશ અંતર્ગત એલસીબી ઝોન-૧ ટીમે બી-ડિવીઝન પોલીસના દારૂના ગુનામાં છ મહિનાથી ફરાર શખ્સને પકડી લીધો હતો.
જંગલેશ્વર મફતીયાપરા મેઇન રોડ રાધેક્રિષ્ન સોસાયટીઅ૧૮માં રહેતાં રવિરાજ ધીરૂભાઇ રાઠોડ (ઉ.વ.૩૦) વિરૂધ્ધ છ મહિના પહેલા બી-ડિવીઝન પોલીસમાં દારૂનો ગુનો નોંધાતા તે ભાગી ગયો હતો. છ મહિનાથી ફરાર આ શખ્સ રાજકોટ-ભાવનગર હાઇવે પર મહિકાના પાટીયા પાસે ઠાકરધણી હોટેલ પાસે હોવાની બાતમી હેડકોન્સ. જગદીશસિંહ પરમાર, હિતેષભાઇ પરમાર, રવિરાજભાઇ પટગીરને મળતાં પકડી લઇ કાર્યવાહી કરી હતી. ડીસીપી રાકેશ દેસાઇની રાહબરીમાં પીએસઆઇ એમ. કે. મોવલીયા, એએસઆઇ હરેશભાઇ પરમાર, હેડકોન્સ. જગદીશસિંહ પરમાર, હિતેષભાઇ પરમાર, કોન્સ. રવિરાજભાઇ પટગીરે આ કામગીરી કરી હતી.
(3:56 PM IST)










