હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 19th May 2026
નવા થોરાળામાં ૫૦ વર્ષના રવજીભાઇ મકવાણાએ આર્થિક સંકડામણને લીધે ગળાફાંસો ખાઇ જિંદગી ટુંકાવી લીધી

રાજકોટ તા. ૧૯: આર્થિક સંકડામણને કારણે આપઘાત કરી લેવાની વધુ એક ઘટનામાં નવા થોરાળા અવધ પાર્ક-૧માં રહેતાં રવજીભાઇ દાનાભાઇ મકવાણા (ઉ.વ.૫૦) નામના પ્રોૈઢે ઘરે લાકડાની આડીમાં દોરી બાંધી દેહ લટકાવી દેતાં મોત થયું હતું. બનાવની જાણ થતાં થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનારા રવજીભાઇ બે ભાઇ અને ત્રણ બહેનમાં બીજા હતાં. સંતાનમાં એક દિકરો છે. પોતે કારખાનામાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. હાલમાં આર્થિક સંકડામણ ઉભી થઇ હોઇ સતત મુંજવણમાં હતાં. સવારે તેમણે આ પગલુ ભરી લીધુ હતું. બનાવને પગલે પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
(3:42 PM IST)










