તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st June 2026
રાજકોટમાં ભારે સુરક્ષા વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં રિ-નીટ પરીક્ષા સંપન્ન
શહેરના વિવિધ 12 પરીક્ષા કેન્દ્રો પર કુલ 5,330 વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ સાથે આ પરીક્ષા આપી

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં આજે Re-NEET પરીક્ષાનું શાંતિપૂર્ણ માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું, જે હવે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. રાજકોટ શહેરના વિવિધ 12 પરીક્ષા કેન્દ્રો પર કુલ 5,330 વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ સાથે આ પરીક્ષા આપી હતી. પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ કેન્દ્રો પર ડેપ્યુટી કલેક્ટર કક્ષાના ઉચ્ચ અધિકારીઓ ખાસ તૈનાત રાખવામાં આવ્યા હતા, જેમની સીધી દેખરેખ હેઠળ સમગ્ર પ્રક્રિયા અત્યંત ચુસ્ત અને પારદર્શી રીતે પૂર્ણ થઈ છે.
(6:26 PM IST)










