તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
રીઅલ રાજકોટ ડેવલપર્સ એસો. દ્વારા નવા મેયરનું સન્માન

રાજકોટ : મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ડૉ. નેહલભાઈ શુક્લનું ‘રીઅલ રાજકોટ ડેવલપર્સ એસોસિએશન' (RRDA) પરિવારના સભ્યો દ્વારા ભાવભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. RRDA ના પ્રતિનિધિ મંડળે મેયરશ્રીની ચેમ્બર ખાતે રૂબરૂ મુલાકાત લઈને તેમને પુષ્પગુચ્છ (બુકે) અર્પણ કરી, રાજકોટના પ્રથમ નાગરિક તરીકેનો પદભાર સંભાળવા બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના વિકાસ અંગે પણ સકારાત્મક ચર્ચા થઈ હતી. RRDA ના સ્થાપક પ્રમુખ અને સભ્યોએ નવનિયુક્ત મેયર ડૉ. નેહલભાઈ શુક્લ સાથે રાજકોટ શહેરના આગામી સમયના ડેવલપમેન્ટ પ્લાન, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ અને નડતી વહીવટી પ્રક્રિયાઓ અંગે વિસ્તળત ચર્ચા કરી હતી. એસોસિએશને ખાતરી આપી હતી કે રાજકોટને વધુ સુંદર, હરિયાળું અને સુવિધાજનક બનાવવા માટે ચર્ચા કરવામાં આવી. રાજકોટનો જે ઝડપે વિસ્તાર થઈ રહ્યો છે, તેને જોતાં સુનિયોજિત બાંધકામ અને ટાઉન પ્લાનિંગ ખૂબ જ જરૂરી છે. શહેરના આર્થિક અને ભૌતિક વિકાસમાં ડેવલપર્સનો ફાળો મોટો છે. મહાનગરપાલિકા હંમેશાં સકારાત્મક અને નિયમબદ્ધ કામ કરનારા લોકોની સાથે છે. આપણે સૌ સાથે મળીને રાજકોટને પાયાની સુવિધાઓથી સજ્જ અને રહેવા લાયક ઉત્તમ શહેર બનાવીશું. તેમ પ્રતિભાવમાં ડૉ. નેહલ શુકલે જણાવ્યું હતું. આ સન્માન મુલાકાત વખતે RRDA ના સ્થાપક પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી સહિત સિનિયર એન્જિનિયર અતુલભાઈ જાની, પ્રવિણભાઇ ઘોડાસરા, પરેશભાઈ મહેતા, વજુભાઈ પરમાર, પિયુષભાઈ ત્રિવેદી, વિશાલભાઈ ટાટમિયા, મુકેશભાઈ વાઘેલા, વિશાલભાઈ કાચા, કિશનભાઇ, શૈલેષભાઈ જાવિયા, સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
(3:18 PM IST)










