<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

ભક્‍તિમય માહોલમાં ગુંજશે કાલે હનુમાન ચાલીસાના પાઠ

શ્રી મારુતિ મંડળ પ્રેરિત આયોજન : જે.ડી. સોમૈયા દ્વારા નિમંત્રણ

રાજકોટઃ શહેરમાં ભક્‍તિ અને આસ્‍થાના માહોલ વચ્‍ચે શ્રી મારુતિ મંડળ પ્રેરિત શ્રી હનુમાન ચાલીસા પાઠનું આયોજન  તા. ૧૪ને શનિવારના રોજ કરવામાં આવ્‍યું છે. રાત્રે ૮:૩૦ કલાકે યોજાનારા આ ધાર્મિક કાર્યક્રમમાં હનુમાનજી મહારાજની ભક્‍તિ અને આરાધનાનો ભક્‍તોને લાભ મળશે. આ કાર્યક્રમના આમંત્રક જે.ડી. સોમૈયા દ્વારા ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોને પરિવાર સહિત ઉપસ્‍થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે. કાર્યક્રમનું સ્‍થળ એ-૧૩૦૩, માતૃ મેરી ગોલ્‍ડ એપાર્ટમેન્‍ટ, શિવાલય ચોક પાસે, સાધુ વાસવાણી કુંજ રોડ, રેલનગર, રાજકોટ રાખવામાં આવ્‍યું છે. વધુ માહિતી  માટે આમંત્રક જે.ડી. સોમૈયાનો મો. નં. ૮૪૮૮૮૧૫૮૩૩  ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:14 PM IST)