<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

ગોંડલના રીબમા ંશ્રીમત સત્‍સંગિજીવન કથા પારાયણ

વ્‍યાસાસને કોઠારી પૂ. રાધારમણદાસજી સ્‍વામી : સોમવારે પ.પૂ. ધ. ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ આશિર્વચન પાઠવશે : પીપળીયા-પરિવાર યજમાન તુલસી વિવાહ પ્રસંગે ઉજવાશે

રાજકોટ, તા. ૧૩ :  ગોંડલ તાલુકાના રીબ ગામમાં તા. ૧પ ને શનિવાર સુધી શ્રીમત્‌ સત્‍સંગિજીવન કથા-પારાયણ રાજકોટ ભૂપેન્‍દ્ર રોડ બોરડીવાળા સ્‍વામિનારાયણ મંદિરનાં કોઠારીના કોઠારી પ.પૂ. શાષાી શ્રી રાધારમણદાસજી સ્‍વામીના વ્‍યાસાસને કથાનો સમય બપોરના ૩ થી ૬ નો છે. તા. ૧૬ ને સોમવારે સાંજે પઃ૩૦ વાગ્‍યે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પ.પૂ. સનાતન ધ.ધું. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ આર્શિવચન પાઠવશે.

મહાપુરુષોના સંકલ્‍પમાં દિવ્‍યશક્‍તિ હોય છે, સમયના વહેતા વહેણ સાથે તેમના સંકલ્‍પો પણ સાકાર થઇને રહે છે, આવા જ મહાન નંદસંતોની પદરજથી પાવન થયેલી ભુમી એટલે રીબ ગામની ભૂમી, કે જ્‍યાં ગુણાતીત પરંપરાના વિરલ સંતો કે જેમણે માયારૂપી ગાઢ તિમીરમાં સત્‍સંગરૂપી પ્રકાશ પૂંજ પાથર્યો છે, એવા અ.નિ. ૫.પૂ. સદ્‌્‌ગુરૂ માનત સ્‍વામી શ્રી કળષ્‍ણજીવન દાસજી સ્‍વામી તેમજ અ.નિ. અખંડ ભજન પરાયણ સદ્‌્‌ગુરૂજોગી સ્‍વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્‍વામી (રાજકોટ ગુરુકુલ) તથા આજથી પચાસ વર્ષ પૂર્વે રીબ સ્‍વામિનારાયણ મંદિરનું નવનિર્માણ કરનાર અ.નિ. પુરાણી શ્રી ભગવતજીવન દાસજી સ્‍વામી (વિસાવદર) એવં સારાય સોરઠ પ્રદેશમાં સત્‍સંગ વિકાસ પરિષદના માઘ્‍યમથી શ્રીહરિ સિધ્‍ધાંતનું પ્રવર્તન કરનાર અ.નિ. ૫.પૂ. સદ્‌્‌ગુરૂ શાષાીશ્રી ભગવતચરણદાસજી સ્‍વામી (જામજોધપુર) તથા અ.નિ. ૫.પૂ. કોઠારી શ્રી સંતવલ્લભદાસજી સ્‍વામી (ગોંડલ) ઇત્‍યાદિ સમર્થ સંતોએ રીબ ગામમાં સત્‍સંગ વારી સિંચન કરી અદ્યાપી પર્યત સત્‍સંગને નવપલ્લવિત કર્યો છે.

ઇષ્ટદેવ શ્રી સ્‍વામિનારાયણ ભગવાન એવં ખીલવાળા દાદાની કળપાથી જુનાગઢ શ્રી રાધારમણ દેવ દેશમાં રીબ ગામને આંગણે શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી તથા વચનામળત મર્મજ્ઞ, અ.નિ. ૫.પૂ. સદ્‌્‌ યોગી સ્‍વામી શ્રી ધર્મપ્રસાદદાસજી સ્‍વામી (પીપલાણા-વંથલી) ના કળપાપાત્ર શિષ્‍ય સાધુગુણે સંપન્ન, ગુરૂવર્ય ૫.પૂ. સદ્‌ શ્રી દેવપ્રસાદદાસજી સ્‍વામીના અઘ્‍યક્ષ સ્‍થાને તથા ૫. ભ. કિશોરભાઈ કાનજીભાઈ પીપળીયા ના યજમાન પદે સ્‍વામિનારાયણ મહોત્‍સ અંતર્ગત શ્રીમત્‌ સત્‍સંગિજીવન સપ્તાહ પારાયણ નું સંવત ૨૦૮૩ કારતક સુદ ૬, તા. ૧૫-૧૧-૨૦૨૬ ને રવિવાર થી કારતક સુદ ૧૧, તા. ૨૧-૧૧-૨૦૨૬ ને શનિવાર સુધી આયોજન કરેલ છે કથાના વક્‍તાપદે શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિર (પ્રસાદીની બોરડીવાળું) રાજકોટના મહંત કોઠારી શાષાી શ્રી રાધારમણદાસજી સ્‍વામી વ્‍યાસ પિઠિકા પર બિરાજી સંગીતના સથવારે કથાનું રસપાન કરાવશે.

આ મહોત્‍સવમાં ધામે-ધામથી સંતો પધારીને પ્રવચનનો લાભ આપશે અને આશીર્વાદના અમી છાંટણા કરશે. આ ઉપરાંત રાજકીય આગેવાનો ઉપસ્‍થિતિ રહેશે.

શ્રીમદ્‌્‌ સત્‍સંગિજીવન કથા પારાયણ તુલસી વિવાહ અંતર્ગત કોઠારી શાષાીશ્રી રાધારમણદાસજી સ્‍વામીના વ્‍યાસાસને વિવિધ પ્રસંગો ઉજવાશે.

લાભ લેવા અ. નિ. કાનજીભાઇ ભગવાનજીભાઇ પીપળીયા અ. નિ. દિાળીબેન કાનજીભાઇ પીપળીયા પરિવારમાં કિશોરભાઇ કાનજીભાઇ પીપળીયા, હિતેનભાઇ કિશોરભાઇ પીપળીયા વર્ણી હિતેનભાઇ પીપળીયા, વંશ હિતેનભાઇ પીપળીયા સહિત પીપળીયા પરિવારે આમંત્રણ પાઠવ્‍યું છે.

આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિર રાજકોટ, યુટયુબ ચેનલ ઉપર કરવામાં આવશે.

વધુ વિગત માટે મો. ૯૮રપ૮ ૩૦૯૩૧, મો. ૯૭ર૩૩ ૦ર૯૭૮  ઉપર સંપર્ક કરવા જણાવ્‍યું છે.

(3:22 PM IST)