તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 20th May 2026
મનપા સંચાલીત ઝુ માં એનિમલ કિપરની ભરતી પ્રક્રિયા શરૂ
કુલ ૧૦ જગ્યાઓ માટે ૪૨ લોકોના ઇન્ટરવ્યુનો પ્રારંભ ૨૦૦ જેટલા ઉમેદવારોએ અરજી કરેલઃ ડોકયુમેન્ટ ચકાસણી જગ્યાના ચાર ગણા લોકોને બોલાવાયા

રાજકોટ તા.૨૦: મનપા સંચાલીત પ્રાણી સંગ્રહાલયમાં એનીમલ કીપરની ૧૦ જગ્યા ભરવા માટે ૪૨ ઉમેદવારોના આજે ઇન્ટરવ્યુ લેવાની શરૂઆત કરવામાં આવી છે.
ઝુ ખાતે ખાલી જગ્યા ભરવા માટે તા.૧૯ ડીસેમ્બર ૨૦૨૫ સુધીમાં ૧૮ થી ૩૩ વયના ર વર્ષના વન વિભાગના રેસ્કયુ સેન્ટર/ બ્રીડીંગ સેન્ટરમાં વન્ય પ્રાણી સાર સંભાળના અનુભવ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાંથી ૨૦૦થી વધુએ અરજીઓ કરી હતી.
આ જગ્યા માટે પાંચ વર્ષ માટે ફિકસ પગાર અને ત્યારબાદ જરૂરીયાતને ધ્યાને લઇને સાતમા પગારપંચ મુજબ પગાર અંગે વિચારણા કરવામાં આવશે.
(4:00 PM IST)










