News of Monday, 3rd August 2026
લાલપરી ઓવરફલો
નીચાણવાળા વિસ્તારો તથા નવાગામ-બેડીના લોકોને ચેતવણી

રાજકોટઃ તા. ૩, વરસાદથી પાણીની આવક વધતાં રાજકોટ તાલુકા પાસે આવેલો લાલપરી ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે.
ડેમ પૂર્ણ સપાટીએ ભરાય કે ડેમમાં જળસ્તર જાળવી રાખવા માટે નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના જારી કરવામાં આવી છે.આ સાથે રાજકોટ તાલુકાના નવાગામ અને બેડી ગામના લોકો માટે ખાસ ચેતવણી સંદેશ જારી કરાયો છે.
ડેમની પૂર્ણ જળસપાટી અને હાલનું જળસ્તર ૧૩૭.૪૬ મીટર છે. ડેમમાં હાલ કુલ જળજથ્થો ૫.૧૧ ઘનમીટર છે. ડેમમાં નીરની આવક ૨૦૭ કયુસેક છે, અને જાવક ઝીરો છે, તેમ રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં ઉમેરયું છે.
(3:24 PM IST)










