<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

મવડીના અટલ બિહારી વાજપેયી સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષમાં ૧મે થી રજીસ્‍ટ્રેશનઃ સ્‍ક્રવોશ, ટેબલ ટેનીસ અને શુટીંગની રમત ઉમેરાઇ

શહેરમાં રમત-ગમતને પ્રોત્‍સાહન આપતું તંત્ર : મેમ્‍બરશીપ અને કોચીંગ બેચ શરૂ થશેઃ ઓનલાઈન તથા ઓફલાઈન રજીસ્‍ટ્રેશન માટે તા.૩૦ થી પ્રક્રિયા શરૂ

રાજકોટ : મહાનગરપાલિકા તથા સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ગુજરાતની સંયુક્‍ત એસ.પી.વી. ‘રાજકોટ સ્‍પોર્ટ્‍સ પ્રમોશન ફાઉન્‍ડેશન' દ્વારા સંચાલિત શ્રી અટલ બિહારી વાજપેયી સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષ, મવડી ખાતે શહેરના રમતપ્રેમી નાગરિકો અને યુવા ખેલાડીઓને વધુ આધુનિક અને ઉચ્‍ચ સ્‍તરની રમતગમત સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવા સતત પ્રયત્‍નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

હાલમાં સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષ ખાતે બેડમિન્‍ટન કોર્ટ, વોલીબોલ કોર્ટ, ૦૨ લોન ટેનીસ કોર્ટ, બાસ્‍કેટબોલ કોર્ટ તેમજ કબડ્ડી માટે મેમ્‍બરશીપ અને કોચીંગ બેચ સફળતાપૂર્વક ચાલી રહ્યા છે, જેને શહેરના રમતપ્રેમીઓ તરફથી સારો પ્રતિસાદ પ્રાપ્ત થઈ રહ્યો છે.

આ રમતગમત સુવિધાઓને વધુ વિસ્‍તળત બનાવવાના હેતુસર હવે શ્રી અટલ બિહારી વાજપેયી સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષ, મવડી ખાતે સ્‍કવોશ, ટેબલ ટેનીસ તથા શુટીંગ જેવી નવી રમતોની સુવિધા શરૂ કરવામાં આવનાર છે. જેના પરિણામે રાજકોટ શહેરના યુવાનોને રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે લોકપ્રિય રમતોમાં તાલીમ મેળવવાની ઉત્તમ તક પ્રાપ્ત થશે.

આ નવી સુવિધા અંતર્ગત સ્‍કવોશ તથા ટેબલ ટેનીસ માટે દ્વિમાસિક મેમ્‍બરશીપની વ્‍યવસ્‍થા શરૂ કરવામાં આવી રહી છે, જ્‍યારે શુટીંગ રમત માટે કોચીંગ બેચ શરૂ કરવામાં આવશે. આ તમામ નવી બેચ તથા મેમ્‍બરશીપ તા.૦૧મે થી કાર્યરત બનશે.

તે ઉપરાંત અગાઉથી ઉપલબ્‍ધ રમતોમાં પણ નવા માસિક કોચીંગ બેચ શરૂ કરવામાં આવશે. જેમાં બેડમિન્‍ટન, લોન ટેનીસ, વોલીબોલ, બાસ્‍કેટબોલ, કબડ્ડી તથા નવી શરૂ થનાર શુટીંગ રમતનો સમાવેશ થાય છે. અનુભવી કોચીસના માર્ગદર્શન હેઠળ તાલીમ આપવામાં આવશે જેથી શહેરના ખેલાડીઓ પોતાની પ્રતિભા વધુ નીખારી શકે. ઉપરોક્‍ત તમામ રમતો માટે દ્વિમાસિક મેમ્‍બરશીપ તથા માસિક કોચીંગ બેચ માટેનું રજીસ્‍ટ્રેશન તા.૩૦, ગુરુવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકથી શરૂ કરવામાં આવશે. નાગરિકોની સુવિધા માટે ઓનલાઈન તથા ઓફલાઈન બંને પ્રકારની નોંધણી વ્‍યવસ્‍થા ઉપલબ્‍ધ કરવામાં આવી છે.

રમત પ્રેમીઓ રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ www.rmc.gov.in તથા મોબાઈલ એપ્‍લિકેશન “RMC Citizen” મારફતે ઓનલાઈન રજીસ્‍ટ્રેશન કરી શકશે. ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા હસ્‍તકના તમામ સિવિક સેન્‍ટર તથા વોર્ડ ઓફિસ ખાતે ઓફલાઈન નોંધણી પણ કરાવી શકાશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રમતગમતની સંસ્‍કળતિ વધુ મજબૂત બને, યુવાનોમાં ફિટનેસ અને સ્‍પર્ધાત્‍મકતા વધે તેમજ ખેલાડીઓને શહેરમાં જ આધુનિક સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સતત નવી પહેલ કરવામાં આવી રહી છે. શ્રી અટલ બિહારી વાજપેયી સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષ શહેરના રમતગમત ક્ષેત્રે એક આધુનિક કેન્‍દ્ર તરીકે વિકસી રહ્યું છે, જ્‍યાં વિવિધ રમતો માટે ઉચ્‍ચ કક્ષાની સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ રમતપ્રેમી નાગરિકો, વિદ્યાર્થીઓ અને યુવા ખેલાડીઓને આ નવી રમતગમત સુવિધાઓનો લાભ લેવા તથા સમયસર રજીસ્‍ટ્રેશન કરાવવા અપીલ કરવામાં આવે છે.

(4:10 PM IST)