તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
મવડીમાં ભંગારનો ડેલો હટાવો : અકસ્માત - રોગચાળાનો ભય

રાજકોટઃ શહેરની મવડી વિસ્તારના પટેલ શેરી સ્થિત રહેવાસીઓ તથા સોરઠીયા પરિવાર ચેરી.ટ્રસ્ટ દ્વારા બાજુમાં આવેલ ભંગારનો ડેલો રહેણાંક વિસ્તારમાં હોઇ આજે સ્થાનીકો દ્વારા મ્યુ.કમીશનરને રૂબરૂ આવેદન પાઠવી ડેલો બંધ કરાવવા આવેદન પાઠવ્યું હતું. આવેદન મુજબ ડેલામાં પસ્તીનો સંગ્રહ રોગચાળો અને અકસ્માત નોતરી શકે તેમ છે. ઉપરાંત જાહેર રસ્તા ઉપર રિક્ષા તથા અન્ય સામાન ડેલાના માલીક દ્વારા રાખવામાં આવતુ હોવાનું પણ જણાવ્યું હતું. સાથે જ અહીં સોરઠીયા પરિવારના કુળદેવી ખોડીયાર માતાજીનું મંદિર તથા શિવ મંદિર ખાતે શહેર તથા બહારગામથી દર્શન કરવા આવતા લોકો-ભાવિકોને પણ પારાવાર મુશ્કેલી પડતી હોવાનું આવેદનના અંતમાં જણાવાયું છે.
(2:56 PM IST)










