તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
‘દેખા લાપરવાહી કા નતીજા'! પોલીસે ‘નજર 'ચુકવી ‘આંખો ઉઘાડી'
દિવાળીના તહેવારમાં શહેરીજનોને ‘સાવચેત' કરવા શહેર પોલીસનું ‘ડેમોસ્ટ્રેશન'

રાજકોટઃ દિવાળીનો તહેવાર હર્ષાલ્લાસ સાથે ઉજવવા માટે રાજકોટીયનોમાં ભારે ‘ઉત્સાહ' જોવા મળી રહયો છે. બજારોમાં ખરીદી કરવા માટે ભારે ભીડ જોવા મળી રહી છે. આ વચ્ચે ભીડનો લાભ લઇ લેભાગુઓ અને ગઠીયાઓ લાપરવાહી દાખવનાર લોકોની રોકડ, પર્સ કે અન્ય કિંમતી ચીજવસ્તુઓ ઉપરાંત નાના બાળકોને પણ કોઇ વસ્તુની લાલચ આપી ઉઠાવી જતા હોય છે ત્યારે શહેર પોલીસે આવી મોડસ ઓપરેન્ડીને ધ્યાને લઇ ભીડથી ધમધમતી બજારોમાં જઇ લોકોને સાવચેત કરવા તેની ‘નજર' ચુકવી ‘આખો' ઉઘાડી નાખતું ડેમોસ્ટ્રેશન કર્યુ હતું. જેમાં ખરીદીમાં મશગુલ લોકોની વસ્તુ, પર્સ કે નાના બાળકોને ઉઠાવતા શખ્સો કઇ રીતે ‘કામગીરી' કરે છે તે સમજાવી આ અંગેનો વિડીયો પણ સોશીયલ મિડીયામાં પોસ્ટ કર્યો છે.
(3:17 PM IST)










