News of Saturday, 2nd May 2026
રેલનગરમાં રેલ્વે પોલીસના નિવૃત એએસઆઇનું બેભાન હાલતમાં મૃત્યુ
ભગવતસિંહ જાડેજાએ સિવલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨ : રેલનગરમાં રહેતાં રેલ્વે પોલીસના નિવૃત એએસઆઇનું બેભાન થઇ ગયા બાદ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ રેલનગર રામેશ્વર પાર્ક-૩માં રાધીકા ડેરી પાસે રહેતાં ભગવતસિંહ પ્રવિણસિંહ જાડેજા (ઉ.વ.૬૩)ન સવારે પાંચેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તેઓ ત્રણ ભાઇમાં નાના હતાં. સંતાનમાં બે દિકરા છે. ભગવતસિંહ જાડેજા અગાઉ રેલ્વે પોલીસમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતાં હતાં. દસેક વર્ષ પહેલા તેમણે નિવૃતી લઇ લીધી હતી. તેમને પેરેલીસીસનો એટેક અગાઉ આવ્યો હતો. સવારે એકાએક બેભાન થઇ ગયા બાદ મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસે જરૃરી કાર્યવાહી કરી હતી.
(11:50 AM IST)










