તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
સૌ. યુનિ.ના નિવૃત્ત કર્મચારીઓ નવા મેયરની શુભેચ્છા મુલાકાતે

રાજકોટ : મહાનગરપાલિકાના નવા મેયર તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ સીન્ડીકેટ મેમ્બર એવા નેહલભાઇ શુકલની નિયુકિત થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિવૃત્ત કર્મચારીઓના પ્રતિનિધિ મંડળે તેઓની રૂબરૂ મુલાકાત લઇ પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી હતી. તેમજ જુની યાદો તાજી કરી હતી. શહેરના વિકાસ અને લોકોની સુખાકારી માટેના કામો ત્વરીત ગતિએ આગળ વધે તેવી આશા વ્યક્ત કરી હતી. આ મુલાકાતમાં પૂર્વ પરીક્ષા નિયામક એચ.ડી. પંડયા, પૂર્વ પરીક્ષા નિયામક જે.એમ. મામતોરા, નિવૃત્ત અધિકારીઓ આર.ડી. તન્ના, ડી.યુ. વ્યાસ, મથુરભાઇ દત્તાણી, કે.આર. ધાબલીયા, સુરેન્દ્રસિંહ જાડેજા, વીરબાઇમા મહિલા ટેકનીકલ કોલેજના પ્રોફેસર નિરજભાઇ તન્ના વગેરે સાથે જોડાયા હતા. મેયરની મુલાકાત લઇ આ નિવૃત્ત કર્મચારી પ્રતિનિધિ મંડળે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાની પણ મુલાકાત લીધેલ તે સમયની તસ્વીરો નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:47 PM IST)










