News of Tuesday, 21st July 2026
રેલનગરમાં નિવૃત પીએસઆઇ ક્રિપાલસિંહ જે. જાડેજાનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ
હનુમાન મઢી શીવપરામાં રહેતાં ગેનારામ ચોૈધરી અને કોટડાસાંગાણીના પીપલાણામાં હંસરાજભાઇ બાવળીયાના પણ હૃદય બંધ પડવાથી મૃત્યુ

રાજકોટ તા. ૨૧: હૃદય ધબકારા ચુકી જવાથી મૃત્યુ થવાના બનાવોનો સિલસિલો યથાવત રહ્યો છે. રેલનગરના નિવૃત પીએસઆઇ, હનુમાન મઢી પાસે શીવપરામાં રહેતાં એક વૃધ્ધ અને કોટડા સાંગાણીના પીપલાણામાં રહેતાં એક પ્રોૈઢના હૃદય રોગના હુમલાથી મૃત્યુ થતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
જાણવા મળ્યા મુજબ રેલનગર-૨ શરેી નં. ૮માં રહેતાં નિવૃત પીએસઆઇ ક્રિપાલસિંહ જીવુભા જાડેજા (ઉ.વ.૬૨) પોતાના ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
મૃત્યુ પામનાર ક્રિપાલસિંહ જાડેજા ચાર ભાઇ અને એક બહેનમાં બીજા હતાં. સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. જેમાં એક દિકરા એસટીમાં ફરજ બજાવે છે અને બીજા દિકરા સીજીંગનું કામ કરે છે. ક્રિપાલસિંહ જાડેજા રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતાં હતાં. વર્ષ ૨૦૨૩માં તેઓ નિવૃત થયા હતાં. હૃદય રોગનો હુમલો આવી ગયાનું સગાએ કહ્યું હતું.
બીજા બનાવમાં રૈયા રોડ હનુમાન મઢી પાછળ શિવપરા-૨માં રહેતાં ગેનારામ સગારામ ચોૈધરી (ઉ.વ.૫૯) નામના રાજસ્થાની વૃધ્ધ બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ ચાર ભાઇ અને ત્રણ બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. પોતે કલરકામ અને આવા કામની સાઇટ પર માપ લેવાનું કામ કરતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.
જ્યારે કોટડાસાંગાણીના પીપલાણા ગામે રહેતાં હંસરાજભાઇ લવજીભાઇ બાવરીયા (ઉ.વ.૫૩) ઘરે બેભાન થઇ જતાં રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. તેઓ ચાર ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. સંતાનમાં ત્રણ દિકરી અને બે દિકરા છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં કોટડાસાંગાણી પોલીસે કાર્યવાહી કરી હતી.
(11:33 AM IST)










