તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
પરસાણાનગરના નિવૃત આરએમસી કર્મચારીનું હૃદય બેસી જતાં મૃત્યુ
રમેશભાઇ વાલ્મિકીએ સિવિલ હોસ્પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૪: શહેરના જામનગર રોડ પર પરસાણાનગર-૭માં રહેતાં રમેશભાઇ કરસનભાઇ વાલ્મિકી (ઉ.વ.૫૬) સવારે સાતેક વાગ્યે ઘરે બેભાન થઇ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મૃત્યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાનું બહાર આવ્યું હતું.
રમેશભાઇ આરએમસીના નિવૃત કર્મચારી હતાં. તે પાંચ બહેનના એકના એક નાના ભાઇ હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
(2:45 PM IST)










