તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
રાજકોટ સહિત રાજયભરમાં મહેસૂલી કર્મચારીઓ હડતાલ પર : રાજકોટ શહેર-જીલ્લામાં ૪૦૦ કર્મચારી જોડાયા..
તમામ કામગીરી ઠપ્પઃ કલેકટરને તાકિદે કડક પગલા લેવા-વ્યવસ્થા ગોઠવવા આદેશો... : નિવેડો નહી આવે તો બુધવારથી બેમૂદતી હડતાલનુ એલાન : ૧૪ જેટલા મૂદાઃ બઢતી-બદલી, સિનિયોરિટી, તલાટી જોબ ચાર્ટ ખાસ-પ્રશ્નો ઉઠાવ્યા..

રાજકોટ, તા.૫ : મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા બઢતી-બદલી, જોબ ચાર્ટ સહિત ૧૪ જેટલા મુદ્દાઓ સંબંધે આજે માસ સીએલ ઉપર ઉતરી ગયા છે. રાજકોટ સહિત રાજયભરના મહેસુલી કર્મચારીઓના સેવા વિષયક પ્રશ્નો વારંવારની રજૂઆત પછી પણ ન ઉકેલાતા રાજય સરકાર દ્વારા મહેસુલી કર્મચારીઓ દ્વારા લડતના મંડાણ કરી દેવામાં આવ્યા છે.તમામ કર્મચારીઓ આજે માસ સી.એલ.પર ઉતર્યા છે તેમજ તા.૭ના બુધવારથી અચોકકસ મુદતની હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. મહેસુલી કર્મચારીઓના વિવિધ સેવા વિષયક પ્રશ્નો જેવા કે બઢતી, બદલી, સિનિયોરીટી યાદી તેમજ મહેસુલી તલાટીઓના જોબ ચાર્ટમાંથી અન્ય કામગીરી દુર કરવા સહિતના પ્રશ્નોનો સમાવેશ થાય છે. કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવા માટે રાજય સરકાર દ્વારા તત્કાલ પગલા લેવા તેવો સુર ઉઠવા પામેલ છે.
મહેસૂલ કર્મચારી મહામંડળ દ્વારા લાંબા સમયથી વિવિધ પડતર પ્રશ્નો અંગે આંદોલન ચાલી રહ્યું છે. રજૂઆતો છતાં પ્રશ્નો નહીં ઉકેલાતા આંદોલન હવે ઉગ્રતા પકડી રહ્યું છે. જેના કારણે મહેસૂલ વિભાગની અનેક કામગીરી ખોરવાઇ જાય તેવી સ્થિતિ ઉભી થઇ છે. મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ જામસંગ પરમારે જણાવ્યું છે કે, સરકાર જ્યાં સુધી ગ્રેડ પે, પગાર ધોરણમાં રહેલી વિસંગતતાઓ અને મહેસૂલી તલાટીઓનો નવો જોબચાર્ટ તૈયાર કરાયો છે તે મુદ્દા ઉકેલે નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેમ જણાવ્યું છે. તે ઉપરાંત સિનિયોરીટીના લાભ, નવી ભરતી પહેલા નાયબ મામલતદારોને બઢતી આપવી વગેરે પ્રશ્ન ઉકેલવા પણ માગણી કરી છે.
(2:51 PM IST)










