તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાલ બીજા દિવસમાં પરીણમીઃ હાથમાં સાવરણા લઇ કર્મચારીઓનું સફાઇ અભિયાનઃ તંત્ર ઉપર તડાપીટ
પુરવઠાની તમામ ઝોનલ કચેરીમાં ર દિવસમાં હજારો રાશનકાર્ડની કામગીરી ઠપ્પ : કર્મચારીઓ લડવાના મૂડમાં: સરકારે કોઇ વાટાઘાટો માટે બોલાવ્યા નથીઃ કોઇ કડક પગલા પણ જાહેર કર્યા નથી

એકતા-ન્યાય-સેવાઃ મહેસૂલી કર્મચારીઓની હડતાલમાં સફાઇ ઝુંબેશ : રાજકોટ : મહેસૂલી કર્મચારી મંડળનું એક સૂત્ર છે, એકતા, ન્યાય, સેવા...આ સૂત્રને આજે રાજકોટ સહિત રાજયભરમાં મહેસૂલી કર્મચારીઓની હડતાલના બીજા દિવસે કલેકટર કચેરી ખાતે હાથમાં સાવરણા લઇ સફાઇ ઝુંબેશ હાથ ધરી હતી, અને દુનિયાભરનો કચરો કાઢયો હતો, સરકારને-હાઇલેવલ અધીકારીઓને જાણે સંદેશ આપ્યો કે અમે તાનમાં આવી જાય તો આટલી વાર લાગે સફાઇ કરતા !! (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ તા. ૮ :.. રાજ્યના મહેસૂલ વિભાગના આશરે આઠ હજાર જેટલા કર્મચારીઓની હડતાળઆજે બીજા દિવસમાં પરીણામી છે. કર્યું છે, જેના પગલે રાજ્યભરનું વહીવટી તંત્ર ખોરવાઈ ગયું છે. ચાલી રહેલા વિવાદનો કોઈ સકારાત્મક ઉકેલ ન આવતાં રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળે સરકાર સામે મોરચો માંડ્યો છે. આ ઉપરાંત, જિલ્લા કલેક્ટરોએ આંદોલનમાં હિસ્સો લેનારા કર્મચારીઓને ‘સર્વિસ બ્રેક' કરવાની ચીમકી આપી છે, તેમ છતાં પણ કર્મચારીઓ પોતાની હડતાળ પર યથાવત રહ્યા છે.
આજથી શરૂ થયેલ બેમુદતી હડતાળને લીધે વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે અત્યંત જરૂરી એવા જાતિના દાખલા, આવકના પ્રમાણપત્રો, નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ અને ડોમિસાઈલ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા અટકી પડી છે. મામલતદાર કચેરીઓમાં જમીનની કાચી-પાકી નોંધો, હક્ક પત્રક, વારસાઈ આંબો અને મિલકત ટ્રાન્સફરને લગતી તમામ વહીવટી કામગીરીઓ ઠપ્પ થઈ જવા પચમી છે. હડતાલ ઉગ્ર બની છે, આજે રાજકોટ સહિત રાજયભરમાં મહેસૂલી કર્મચારીઓ-હોદેદારોએ કલેકટર કચેરી બહાર હાથમાં સાવરણી લઇ સફાઇ અભિયાન હાથ ધર્યુ હતું, જેના પરીણામે સરકારી તંત્ર ઉપર તડાપીટ બોલી હતી.
આજે સવારના અહેવાલો મુજબ હજુ સુધી સરકારે વાટાઘાટ માટે બોલાવ્યા નથી, કોઇ કડક પગલા પણ જાહેર કર્યા નથી. કચેરીઓમાં ફાઇલોના ઢગલા થયા છે. મહેસૂલી કર્મચારીઓનું કહેવું છે કે, સરકારને કર્મચારીઓના પ્રશ્નો હલ કરવામાં કોઈ રસ નથી. સરકારે જબરદસ્તી કડક પગલાં કે બદલીઓ જાહેર કરી છે, પરંતુ કર્મચારીઓ આ બધી ચીમકીઓ સામે લડી લેવાના મૂડમાં છે.
(2:43 PM IST)










