<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

ગાડામાર્ગના વિવાદમાં રસ્‍તો ખુલ્લો કરવાના મામલતદારના હુકમ સમયે થયેલ રિવિર્ઝન રદ

ગોંડલના ભરૂડી ગામે આવેલ વકીલ પરિવારની જમીનમાં...

રાજકોટ, તા. પઃ એડવોકેટ પરીવારની ગામ.ભરૂડી,તા.ગોંડલ, જી.રાજકોટ માં આવેલ જમીનનો વર્ષો જુનો ગાડા માર્ગ માં તાર ફેન્‍સીંગ કરી બંધ કરી, ધાક-ધમકી આપવાના બનાવમાં નાયબ કલેકટર દ્વારા રીવીઝન અરજી નામંજુર કરી મામલતદારશ્રી ગોંડલ તાલુકાનો હુકમ કાયમ રાખવામાં આવેલ છે.

બનાવની વિગત મુજબ રાજકોટ ખાતે વકીલાતની પ્રેકટ્રીસ કરતા અને રાજકોટ રહેતા જગદીશભાઈ ભગવાનજીભાઈ હરસોડા ની ગામ. ભરૂડી, તા.ગોંડલ, જી.રાજકોટ ખાતે વારસાઈ જમીન આવેલ છે, જેના શેઢા પાડોશી (૧) પ્રવિણભાઈ દેવશીભાઈ સરવૈયા (૨) સંજયભાઈ દેવશીભાઈ સરવૈયા (૩) મનિષ બેન દેવશીભાઈ સરવૈય ધ્‍વારા વકીલ પરીવારની જમીનમાં આવવા જવા માટેનો પુર્વ દિશામાં આવેલ રાજાશાહી વખતના વર્ષો જુના ભરૂડી થી મુંગા વાવડી જતા માર્ગને ખેડી નાખી અને વકીલ પરીવારની વાડી આડે તાર ફેન્‍સીંગ કરી અડચણ ઉભી કરવામાં આવેલ હતી તે બાબતે આરોપીઓને સમજાવા જતા આરોપીઓ દ્વારા લાજવાને બદલે ગાજવા લાગતા વકીલ જગદીશભાઈ હરસોડા પરીવારના સભ્‍યોને ગાળા-ગાળી કરી ધાક-ધમકીઓ આપવા લાગેલ હતા, જેથી વકીલ જગદીશ હરસોડા ધ્‍વારા તેઓની જમીનના વર્ષો જુના ગાડા માર્ગ માં આરોપીએ કરેલ અડચણ દુર કરવા માટે એડવોકેટ હિરેન પી.ડોબરીયા મારફતે ગોંડલ તાલુકા મામલતદાર સમક્ષ મામલતદાર કોર્ટ એકટ હેઠળ તથા ગોંડલ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ આપવામાં આવેલ હતી, જેમા મામલતદાર દ્વારા તા.૧૯/૦૫/૨૦૨૬ ના રોજ ગાડા માર્ગ કાયમી ખુલ્લો રાખવાનો હુકમ કરવામાં આવેલો હતો.

આ હુકમથી નારાજ થઈને (૧) પ્રવિણભાઈ દેવશીભાઈ સરવૈયા (૨) સંજયભાઈ દેવશીભાઈ સરવૈયા (૩) મનિષાબેન દેવશીભાઈ સરવૈયાએ નાયબ કલેકટરશ્રી સમક્ષ રીવીઝન અરજી દાખલ કરવામાં આવેલ હતી, જેમા જગદીશભાઈ હરસોડા વિગેરે તરફે એડવોકેટ હિરેન પી.ડોબરીયા હાજર થઈને વિગતવાર જવાબ વાંધાઓ તથા દલીલ રજુ કરેલ હતી, જેમા નાયબ કલેકટર દ્વારા તા.૦૩/૧૧/૨૦૨૬ ના રોજ મામલતદારશ્રીનો હુકમ કાયમ રાખી પ્રવિણભાઈ દેવશીભાઈ સરવૈયા વિગેરેની રીવીઝન અરજી નામંજુર કરવામાં આવેલ હતી.

ઉપરોકત કામમાં (૧) જગદીશભાઈ ભગવાનજીભાઈ હરસોડા (૨) મયુરભાઈ ભગવાનજીભાઈ હરસોડા વતી રાજકોટના એડવોકેટ હિરેન પી. ડોબરીયા, નિશાંત એમ. જોષી, યુવરાજ એન.વેકરીયા, હાર્દિક પી. રૈયાણી, સાગર વી.મોલીયા, જયદિપ વી.મોલીયા મદદમાં રાજદીપ વેકરીયા, આર્યન કોરાટ રોકાયેલા હતા.

 

(4:41 PM IST)