<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

પરિણીતાને રિક્ષાચાલક અમિતે ફસાવી અવાર-નવાર દેહ પીંખ્‍યોઃ જુનાગઢની યુવતિ સાથે મુસ્‍લિમ શખ્‍સની બળજબરી

રાજકોટ શહેરમાં દૂષ્‍કર્મની વધુ બે ઘટનાઃ પ્ર.નગર અને મહિલા પોલીસ સ્‍ટેશનમાં ગુના દાખલ : પરિણિતા સાથે પરસાણાનગરના અમિતે ઘરમાં ઘુસી બળજબરી આચરી પછી પતિ-દિકરાને મારી નાંખવાની ધમકી દઇ વારંવાર દેહ પીંખ્‍યોઃ પ્ર.નગર પોલીસે સકાંજમાં લીધોઃ બીજા બનાવમાં રેલનગરના સાહિલ ઉર્ફે રાજા સંધી ચાનીયાએ યુવતિનું સતત શોષણ કર્યુઃ ધર્મપરિવર્તન કરાવી દાગીના પણ પડાવી લીધાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૫: શહેરમાં દૂષ્‍કર્મની વધુ  બે ઘટના અલગ અલગ પોલીસ સ્‍ટેશનના ચોપડે નોંધાઇ છે. રેલનગરના એક રિક્ષાચાલક શખ્‍સે ચાર વર્ષ પહેલા સંપર્કમાં આવેલી મહિલા સાથે પહેલા ફોનમાં મેસેજ, વાતચીત કરી બાદમાં તેણીના ઘરમાં ઘુસી જઇ બળજબરી આચરી લીધા બાદ તેણીના પતિ-દિકરાને મારી નાંખવાની ધમકી દઇ વારંવાર દૂષ્‍કર્મ આચરતાં અંતે મહિલાએ પોતાના પતિને જાણ કરતાં આ અંગે પ્ર.નગર પોલીસમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવતાં પોલીસે આરોપીને સકંજામાં લીધો છે. બીજા બનાવમાં એક યુવતિ એકલી રહેતી હોઇ તેના ઘરમાં વિધર્મી શખ્‍સે બળજબરીથી ઘુસી જઇ બળજબરી આચરી તેના ફોટા-વિડીયો લઇ બ્‍લેકમેઇલ કર્યા બાદ અજમેર લઇ જઇ ધર્મ પરિવર્તન કરાવી નામ બદલી નાંખ્‍યાની અને દાગીના પણ પડાવી લીધાની ફરિયાદ મહિલા પોલીસ સ્‍ટેશનમાં દાખલ થઇ છે.

જાણવા મળ્‍યા મુજબ  ભોગ બનનાર મહિલાની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે જામનગર રોડ પરસાણાનગર-૭માં હનુમાનજીના મંદિર પાસે રહેતાં અમિત મનસુખભાઇઘાવરી સામે  દૂષ્‍કર્મ, ધાકમકીનો ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે. ફરિયાદની વિગત મુજબ ચાર વર્ષ પહેલાં રિક્ષાચાલક અમિતનો સંપર્ક પરિણીતા સાથે થયો હતો. શરૂઆતમાં તેણે ફોન નંબર મેળવી મેસેજથી વાતો કરી હતી. બાદમાં તે સતત આ પરિણીતા પર નજર રાખવા માંડયો હતો. એક દિવસે પતિ સિક્‍યુરીટી ગાર્ડની નોકરી પર ગયો હતો અને દિકરો શાળાએ ગયો હતો ત્‍યારે તેણી એકલી ઘરે હોવાનું જાણે અમિત ઘરમાં ઘુસી ગયો હતો અને બળજબરી આચરી લીધી હતી. આ પછી તે સતત તેણીને તેના પતિ, પુત્રને મારી નાખવાની ધમકી આપી અવાર-નવાર બળજબરી આચરી લેતો હતો.

સમય જતાં આરોપીનો ત્રાસ અને ધમકીઓ એટલી વધી ગઈ કે પરિણીતા સહેજ પણ સહન કરી શકે તેમ નહોતી. આખરે હિંમત ભેગી કરીને મહિલાએ તેના સિકયુરિટી ગાર્ડ પતિને આ સમગ્ર ઘટનાની જાણ કરતાં પતિ પણ ચોંકી ગયો હતો. આ અંગે પ્ર.નગર પોલીસ સ્‍ટેશને પહોંચી જાણ કરતાં પીઆઇ એમ. ડી. મકવાણાની રાહબરીમાં પીએસઆઇ ડી. એસ. ગજેરાએ ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ કર હતી. પોલીસના કહેવા મુજબ અમિત રિક્ષા હંકારે છે અને તે પણ પરણેલો છે.

દૂષ્‍કર્મની બીજી ઘટનામાં એક ભોગ બનનાર યુવતિએ મહિલા પોલીસ સ્‍ટેશનમાં રેલનગરના મુસ્‍લિમ શખ્‍સ સાહિલ સમીરભાઇ ચાનીયા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. યુવતિએ ફીરયાદમાં જણાવ્‍યું છે કે પોતે  મુળ જુનાગઢ પંથકની છે અને બે વર્ષથી રાજકોટ રહે છે. અગાઉ તે એકલી રહેતી ત્‍યારે નાસ્‍તાની દુકાને નાસ્‍તો લેવા ગઇ તે વખતે ત્‍યાં બેસી રહેતો સાહિલ ચાનીયા નામનો શખ્‍સ પરિચયમાં આવ્‍યો હતો. જે તે વખતે રાજા સંધી નામ આપ્‍યું હતું. એ પછી  અચાનક જ આ શખ્‍સ તેણીના ઘરમાં ઘુસી ગયો હતો અને  મોઢું દબાવી, પેટમાં પાટા મારી, કપડાં ફાડી નાખીને તેની મરજી વિરૂધ્‍ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્‍યો હતો. આ રીતે ધાક-ધમકી આપીને છેલ્લા બે વર્ષથી દુષ્‍કર્મ ગુજારવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો.

આરોપી સાહિલ પીડિતાને અજમેર પણ લઈ ગયો હતો, જ્‍યાં દબાણપૂર્વક તેનું ધર્મ પરિવર્તન કરાવાયું હતું. આ ઉપરાંત, પીડિતાને ડરાવી-ધમકાવીને તેના સોનાના દાગીના પડાવી લીધા હતા, જેમાં એક સોનાનો ચેઈન, પાંચ સોનાની વીંટી અને બે બુટ્ટીની જોડી સામેલ હતી. આ કિંમતી દાગીના આરોપીએ ફાઈનાન્‍સમાં ગિરવે મૂકી, તેમાંથી લોન મેળવીને પૈસા પોતાના અંગત વપરાશમાં વાપરી નાખ્‍યા હતા.

ગત ૨૮ જૂનના રોજ આરોપી સાહિલ પીડિતાને ધમકાવીને રાજકોટ બસ સ્‍ટેન્‍ડ પાછળ આવેલી હોટેલમાં લઈ ગયો હતો ત્‍યાં તેની સાથે મારકૂટ કરી હતી. ત્‍યારબાદ ૨૯ જૂનના રોજ પીડિતા ફરી હોટેલ પર ગઈ, ત્‍યારે હોટેલના વોશરૂમમાં હતી. આ દરમિયાન તેણે સાહિલને ફોન પર કોઈની સાથે વાત કરતા સાંભળ્‍યો હતો. આ વાત સાંભળી તે ડરીને વતન જતી રહી હતી. બાદમાં સાહિલ ઉર્ફે રાજા સંધી સમીરભાઇ ચાનીયા વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાવતાં મહિલા પોલીસ સ્‍ટેશનની ટીમે તપાસ હાથ ધરી છે. 

 

(11:35 AM IST)