તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 21st April 2026
પોપટપરા સ્મશાન પાસેથી રિક્ષાચાલક બળદેવ ઉર્ફે બળીયો ફતેપરા ગાંજા સાથે પકડાયો
પ્ર.નગર પીઆઇ એમ. ડી. મકવાણા, પીએસઆઇ જે. બી. રાણીંગા અને ટીમની કાર્યવાહીઃ કોન્સ. રીયાઝભાઇ ભીપોત્રા અને કોન્સ. વનરાજભાઇ બોરીચાની બાતમીઃ આરોપી અગાઉ ચોરીના ગુનાઓમાં સામેલઃ સુરત તરફથી વેંચવા માટે લાવ્યાનું રટણ

રાજકોટ તા. ૨૧: શહેરમાં યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે ચાલી રહેલી સે નો ટુ ડ્રગ્સની ઝુંબેશ અંતર્ગત વધુ એક શખ્સને પોલીસે માદક પદાર્થ સાથે પકડયો છે. ગઇકાલે ગાંધીગ્રામ પોલીસે એસકે ચોક નજીકથી પાનના ધંધાર્થીને ગાંજા સાથે પકડી લીધા બાદ હવે પ્રદ્યુમનનગર પોલીસે પોપટપરા વિસ્તારમાં રહેતાં રિક્ષાચાલકને ગાંજા સાથે પકડયો છે. બાતમીના આધારે દરોડો પાડી આ શખ્સને સકંજામાં લઇ ૬૦૦ ગ્રામ ગાંજો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
માદક પદાર્થોની હેરફેર અટકાવવા અને આવા પદાર્થોનું સેવન કરનારા, વેંચનારા શખ્સો સામે કાર્યવાહી કરવા સુચના મળી હોઇ પ્ર.નગરની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યાર કોન્સ. રીયાઝભાઇ ભીપોત્રા અને વનરાજભાઇ બોરીચાને બાતમી મળી હતી કે પોપટપરા સ્મશાન સામે રોડ પર એક દુધીયા બાંહનું ટી-શર્ટ અને બ્લુ જીન્સ પહેરીને એક શખ્સ ઊભો છે અને તેની પાસે માદક પદાર્થ છે. આ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. મકવાણાની રાહબરીમાં પીએસઆઇ જે. બી. રાણીંગા અને તેમની ટીમે ત્યાં પહોંચી તપાસકરતાં બાતમી મુજબના વર્ણનવાળો શખ્સ ત્યાં મળી આવતા તેને કોર્ડન કરી અટકાયત કરવામાં આવી હતી.
ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતા તેનું નામ બળદેવ ઉર્ફે બળીયો રાજેશભાઈ ફતેપરા (ઉ. વ. ૩૫, રહે. રઘુનંદન સોસાયટી-૨, પોપટપરા) હોવાનું બહાર આવ્યું હતું. પોતે રિક્ષા હંકારતો હોવાનું કહ્યું હતું. પોલીસે તલાશી લેતાં ખિસ્સામાંથી મોબાઇલ ફોન મળ્યો હતો. જેની કિમત પાંચ હજાર ગણી કબ્જે કરાયો હતો. તેના હાથમાં રહેલી પ્લાસ્ટીકની થેલી તપાસતાં તેમાં શંકાસ્પદ પદાર્થ મળતાં તે ગાંજો હોવાનું જણાયું હતું. એફએસએલ અધિકારી સમિર જોષીએ આ પદાર્થ ગાંજો હોવાનું સ્પષ્ટ કરતાં બળદેવ ઉર્ફે બળીયા સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી રૂા. ૬૦૦૦નો ૬૦૦ ગ્રામ ગાંજો કબ્જે કર્યો હતો. આ નશીલો પદાર્થ તે કયાંથી લાવ્યો હતો અને કોને વેચવાનો હતો તેની તપાસ થઇ રહી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી રાકેશ દેસાઇની સુચના અંતર્ગત પીઆઇ એમ. ડી. મકવાણા, પીએસઆઇ જે. બી. રાણીંગા, એએસઆઇ રવિભાઇ વાઘેલા, હેડકોન્સ. જેન્તીભાઇ વાવડીયા, મયુરરાજસિંહ જાડેજા, કોન્સ. રીયાઝભાઇ ભિપોત્રા, વનરાજભાઇ બોરીચા, તોૈફિકભાઇ મંધરા, તોૈફિકભાઇ જુણાચ, વિરેન્દ્રસિંહ પરમાર, વિશ્વજીતસિંહ, હિતેશગીરી સહિતે આ કામગીરી કરી હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી રાકેશ દેસાઇની સુચના અંતર્ગત પીઆઇ એમ. ડી. મકવાણા, પીએસઆઇ જે. બી. રાણીંગા, ડી. એસ. ગજેરા, એએસઆઇ રવિભાઇ વાઘેલા, હેડકોન્સ. જેન્તીભાઇ વાવડીયા, મયુરરાજસિંહ જાડેજા, કોન્સ. રીયાઝભાઇ ભિપોત્રા, વનરાજભાઇ બોરીચા, તોૈફિકભાઇ મંધરા, તોૈફિકભાઇ જુણાચ, વિરેન્દ્રસિંહ પરમાર, વિશ્વજીતસિંહ, હિતેશગીરી સહિતે આ કામગીરી કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ગાંજા સાથે ઝડપાયેલો શખ્સ અગાઉ ચોરીના ગુનાઓમાં સંડોવાઇ ચુક્યો હતો. હાલ તે સુરત તરફથી છુટક ગાંજો લાવીને વેંચાણ કરતો હોવાની વિગતો સામે આવી છે. તેની વધુ પુછપરછ માટે રિમાન્ડની તજવીજ થઇ રહી છે.
(3:35 PM IST)










