<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

રેલનગરમાં રીતાબેન ગોહેલને પતિ સાગર, સસરા અને સાસુએ માર માર્યો

અગીયાર વર્ષ પહેલા લવમેરેજ કર્યા છેઃ કપડાના શો રૂમમાં નોકરી કરતી પરિણીતા રાતે મોડી ઘરે પહોંચતા શંકા કરી મારકુટ કરાયાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૧: શહેરના રેલનગરમાં રહેતાં પરિણીતાને રાતે તેના પતિ, સાસુ, સસરાએ લાકડી-ઢીકાપાટુનો બેફામ માર મારતાં નાકમાંથી લોહી નીકળવા માંડયા હતાં. તેણીને સારવાર માટે દાખલ કરવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્‍યા મુજબ રેલનગર જેસાણી રેસીડેન્‍સીમાં રહેતાં રીનાબેન સાગરભાઇ ગોહેલ (ઉ.વ.૩૩)ને રાતે સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં. તેણીએ પોતાને પતિ સાગર, સાસુ પ્રભાબેન અને સસરા ભાવસિંગભાઇએ લાકડીથી, ઢીકાપાટુનો માર માર્યાનું કહેતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્ર.નગર પોલીસમાં જાણ કરી હતી.

રીનાબેને જણાવ્‍યું હતું કે અગીયાર વર્ષ પહેલા મેં સાગર ગોહેલ સાથે લવમેરેજ કર્યા છે. મારા પતિ એકાઉન્‍ટન્‍ટ તરીકે કામ કરે છે. હું પણ ચિલ્‍ડ્રન વેર શો રૂમમાં સવારે દસથી રાતના દસ સુધી નોકરી કરવા જાઉ છું. છેલ્લા કેટલાક સમયથી પતિ મારે નોકરીએથી આવવામાં મોડુ થાય તો ઝઘડા કરે છે અને સાસુ તેમજ સસરા પણ ઝઘડા કરે છે. રવિવારે રાતે હું નોકરીએથી આવતા  જ પતિ સહિતે કેમ મોડુ થયું? તેમ કહીને મારામારી ચાલુ કરી હતી અને લાકડી, ઢીકાપાટુનો બેફામ માર મારતાં મેં નાના મવા રોડ પર રહેતાં મારા માતા રેખાબેન હસમુખભાઇ નિમાવતને બોલાવ્‍યા હતાં અને હોસ્‍પિટલમાં દાખલ થઇ હતી. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(2:33 PM IST)