તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
૧૫૦ ફુટ રીંગ રોડ પર વીજતંત્રનું RMU રોજ નમતુ જાય છેઃ અકસ્માતનો ભયઃ યોગ્ય કરવા માંગણી

રાજકોટઃ રાજકોટ વીજતંત્રનું ૧૫૦ ફુટ રીંગરોડ ઉપર આલીશાન એપાર્ટમેન્ટથી આગળ પીજીવીસીએલનું આર.એમ.યુ. આવેલુ છે.
દરરોજ નમતુ જાય છે. અકસ્માતનો ભારે ભય ઉભો થયો છે,
વીજતંત્ર અનેક વખત કહેવાયુ છતા રીપેરીંગ કરતા નથી.
રૈયા ચોકડીથી ઇન્દિરા સર્કલ જતા ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર આલીશાન એપાર્ટમેન્ટ પાસે આ RMU આવેલુ છે,
રોજેરોજ થોડી નમી રહયુ છે, સાવ ભાંગી પડે અને મોટી ઘટના બને તે પહેલા વીજતંત્ર તાકિદે યોગ્ય કરે તેવી માંગણી ઉઠવા પામી છે.
(3:24 PM IST)










