તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
શહેરના વિકાસમાં રસ્તા, પાણી, સફાઈ અને ગટર વ્યવસ્થાને પ્રાથમિકતાઃ પરેશ પીપળિયા
જનસુવિધા વધારવા અમારા દરવાજા સદાય ખુલ્લાઃ સ્ટેન્ડીંગ ચેરમેનનો કોલ

સ્ટેન્ડીંગ ચેરમેન બન્યા ‘‘અકિલા''ના મહેમાન
રાજકોટ કોર્પોરેશનના યુવા સ્ટેન્ડીંગ ચેરમેન પરેશ પીપળીયા ‘‘અકિલા''ના મહેમાન બન્યા હતા. ‘‘અકિલા''ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે પરેશભાઇએ શહેરીજનોની સુખાકારીને લગતા વિકાસકામો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. ઉપરોકત પ્રથમ તસ્વીરમાં ‘‘અકિલા'' વાંચતા પરેશ પીપળીયા તથા બાજુની તસ્વીરમાં ‘‘અકિલા''ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાનું સુચન જાણતા પરેશ પીપળીયા નજરે પડે છે. જયારે નીચેની તસ્વીરમાં ‘‘અકિલા''ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા, સ્ટેન્ડીંગ ચેરમેન પરેશ પીપળીયા સાથે ‘‘અકિલા''ના પત્રકારો સુનિલ મકવાણા, અમિત જોષી તથા ધ્રુમીલ પારેખ દર્શાય છે.
રાજકોટ, તા.૩: રાજકોટ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પીપળિયા (મો.૮૧૪૦૫ ૮૬૦૮૬) એ અકિલાની શુભેચ્છા મુલાકાત દરમિયાન શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓ અંગે મહાનગરપાલિકાની પ્રાથમિકતાઓ અંગે વિસ્તળત વાત કરી હતી.
પરેશ પીપળિયાએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરના દરેક નાગરિકને પાયાની સુવિધાઓ સરળતાથી અને સમયસર મળે તે માટે મહાનગરપાલિકા સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. ખાસ કરીને શહેરના રસ્તાઓનું મજબૂતીકરણ, પીવાના પાણીનો નિયમિત પુરવઠો, સફાઈ વ્યવસ્થામાં વધુ સુધારો, ગટર લાઈનોની સમયસર સફાઈ અને વરસાદી પાણીના ઝડપી નિકાલ જેવા મુદ્દાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે શહેરના વિવિધ વિસ્તારોમાં મળતી નાગરિકોની ફરિયાદોનો ત્વરિત ઉકેલ લાવવા અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. જ્યાં રસ્તાઓ ખરાબ હાલતમાં છે ત્યાં નવા રસ્તા બનાવવા તથા મરામતના કામોને ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. પાણી પુરવઠા સંબંધિત ફરિયાદોનું પણ દૈનિક ધોરણે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ વિસ્તાર પાણીથી વંચિત ન રહે.
શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સફાઈ કામગીરીને વધુ અસરકારક બનાવવામાં આવી રહી છે. ગટર વ્યવસ્થામાં સુધારો, વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી કામગીરી તેમજ સ્વચ્છતા અભિયાનને વધુ ગતિ આપવામાં આવશે. શહેરના સર્વાંગી વિકાસ માટે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટોનું આયોજન કરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા મહાનગરપાલિકા કટિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.
પરેશ પીપળિયાએ ઉમેર્યું હતું કે રાજકોટના વિકાસમાં પ્રજાનો સહકાર પણ એટલો જ જરૂરી છે. મહાનગરપાલિકા અને નાગરિકો સાથે મળીને કાર્ય કરશે તો રાજકોટને વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને આધુનિક શહેર તરીકે વિકસાવી શકાશે. નાગરિકોની સુખાકારી અને સુવિધા જ અમારી કામગીરીનું મુખ્ય ધ્યેય છે અને આગામી સમયમાં વિકાસકાર્યોને વધુ વેગ આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને આગામી વર્ષોના વિકાસને અનુરૂપ આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજકોટના નાગરિકોને પાયાની તમામ સુવિધાઓ સરળતાથી અને સમયસર મળી રહે તે માટે મહાનગરપાલિકા પ્રતિબદ્ધ છે. શહેરનો વિકાસ સુવ્યવસ્થિત રીતે થાય, લોકોની જીવનશૈલી વધુ સુવિધાજનક બને અને કોઈપણ વિસ્તારમાં રસ્તા, પાણી, ગટર કે સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ ન રહે તે માટે તબક્કાવાર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
પરેશ પીપળિયાએ જણાવ્યું હતું કે લોકોની અપેક્ષાઓને પૂર્ણ કરવી અને તેમની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવું એ મહાનગરપાલિકાની પ્રથમ જવાબદારી છે. આગામી સમયમાં વિકાસના કામોને વધુ ગતિ આપવામાં આવશે અને દરેક વોર્ડમાં સમાન વિકાસ થાય તે માટે આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં આવશે.
આગામી ૧ વર્ષની કામગીરીનો પ્લાન માંગ્યોઃ પેટા સમિતિઓને ૩ મહિના અભ્યાસ માટે આપ્યા
સમિતિઓની ઓફીસોમાં ૨-ર કલાક ચેરમેન- વાઇસ ચેરમેન હાજર
રાજકોટઃ પરેશ પીપળીયાએ મનપાની પેટા સમિતિઓના ચેરમેન- વાઇસ ચેરમેન પાસેથી આગામી ૧ વર્ષની કામગીરીનો પ્લાન માંગ્યો છે, જેથી આવનાર દિવસોમાં લોકોને વધુ સુવિધા આપી શકાય. જેની તૈયારી માટે તમામ સમિતિઓને ૩ માસનો અભ્યાસ માટે સમય પણ આપવામાં આવ્યો છે.
સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન બન્યા બાદ પરેશ પીપળીયાએ મનપાની વિવિધ સમિતિઓના ચેરમેન તથા વાઇસ ચેરમેન સાથેની બેઠકમાં ચેમ્બરો ધમધમતી રાખવા અનુરોધ કર્યો હતો. જે અન્વયે આખા દિવસમાં બે કલાક ઓફીસ ખુલ્લી રહે છે અને જે-તે સમિતિના ચેરમેન કે વાઇ ચેરમેન અરજદારોના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવા સતત પ્રયત્નશીલ રહે છે.
પરેશ પીપળીયાની યુવા મોરચાથી સ્ટે.ચેરમેન સુધીની ૩ દાયકાની સફર
રાજકોટઃ ભાજપના બીજી ટર્મના વોર્ડ નં. ૬ ના કોર્પોરેટર પરેશ રમેશભાઈ પીપળીયા ભારતીય જનતા પાર્ટી સાથે છેલ્લા ૩૦ વર્ષથી સક્રીયતાથી સંકળાયેલ છે. તેઓ ભાજપ યુવા મોરચાના વોર્ડ પ્રમુખ, રાજકોટ શહેર યુવા ભાજપનાં ઉપપ્રમુખ તથા મહામંત્રી તેમજ વોર્ડ નં. ૬ ના કોર્પોરેટરની જવાબદારીઓ નિભાવેલ છે.
રાજકોટનાં યુવાઓમાં ‘‘સેવા સારથી''તરીકે તેઓ જાણીતા છે. તેઓએ અસંખ્ય યુવાનોને સેવાના ઉમદા કાર્યમાં જોડેલ છે. પ્રર્વતમાન યુગમાં ખાસ કરીને યુવાન ભાઇ-બહેનોમાં સમાજ સેવા, પરિવાર સેવા, અબોલ પશુઓ, સાધુ-સંતોની સેવામાં જોડાઈ તેવા ઉમદા કાર્ય પરેશભાઈ પીપળીયા દ્વારા કરવામાં આવી રહેલ છે.
પરેશભાઈ છેલ્લા ૩૦ વર્ષથી કિશન યંગ ગ્રુપનાં પ્રમુખપદ હેઠળ સામાજીક અનેધાર્મિક કાર્યક્રમો કરતા આવ્યા છે. ભારતીય જનતા પક્ષની વિચારધારા લોહીમાં છે. વોર્ડ નં. ૬ માં રહેતા જરૂરીયાતમંદ લોકો સુધી સરકારશ્રીની અનેકવિધ યોજનાઓનો લાભ બહોળા પ્રમાણમાં મળી રહે તે માટે તેઓ ગત ટર્મમાં સતત પ્રયત્નશીલ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના યુવાન નેતા અને સ્ટે.ચેરમેન પરેશ પીપળીયાએ રાજકોટની વિકાસ યાત્રાને આગળ ધપાવવા કટીબધ્ધતા દર્શાવી છે.
બે મહિનામાં ઉતર્યુ ૬ કિલો વજનઃ જાણો સ્ટેન્ડીંગ ચેરમેનની દિનચર્યા
રાજકોટઃ મનપાના સ્ટેન્ડીંગ ચેરમેન બન્યા બાદ પરેશ પીપળીયાનું બે મહિનામાં ૬ કિલો વજન ઉતર્યુ છે. જવાબદારી મળ્યા બાદ પરેશ પીપળીયા રાત્રે એક જ વખત ભોજન કરે છે.
પરેશ પીપળીયાએ પોતાની દિનચર્યા અંગે જણાવેલ કે, હું સવારે ૫ વાગ્યા આસપાસ જાગી જાઉં છું, વોકીંગ સાથે હળવી કસરતો કરૂ છું નિત્યક્રમ પૂરા કરી લગભગ ૧૧ વાગ્યા આસપાસ મનપા કચેરીએ પહોંચી કામગીરી શરૂ કરૂ છું બપોરે સમય ખુબ જ ઓછો હોવાથી ઘરે જમવા નથી જતો
(3:00 PM IST)










