તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
ત્રણ વર્ષ પહેલા બાઇકની ચોરી કરનાર રોહીત ઉર્ફે ગાંડો પકડાયો
ક્રાઇમબ્રાંચે બાતમીના આધારે દબોચી લઇ ચોરાઉ બાઇક કબ્જે કર્યું: બી ડિવીઝન પોલીસના ગુનાનો ભેદ ખૂલ્યો

રાજકોટ તા.૧૧: શહેરના બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલા બાઇક ચોરીનો ભેદ ક્રાઇમબ્રાંચે ત્રણ વર્ષ બાદ ઉકેલી મૂળ વાંકાનેર પંથકના આરોપીને પકડી લઇ બાઇક કબ્જે કર્યું હતું.
બી-ડીવીઝન પોલીસ મથકમાં ૨૦૨૩માં બાઇક ચોરી મામલે ફરીયાદ નોંધાઇ હતી. જે અંગે ક્રાઇમબ્રાંચે તપાસ કરી બાતમીના આધારે રોહિત ઉર્ફે ગાંડો ભગવાનભાઇ સાકળીયા (ઉ.વ.૩૫ રહે.પટેલનગર ઇન્ડ. પેટ્રોલપંપની સામે કારખાનામાં, કોઠારીયા મેઇન રોડ મૂળ મેસરીયા તા.વાંકાનેર)ને પકડી રૂા.૨૫ હજારનું બાઇક કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
આરોપી રોહીત અગાઉ પણ ભકિતનગર પોલીસ મથકનાં ચાપડે વાહન ચોરીના ગુનામાં સંડોવાઇ ચૂકયો છે.
આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇ. એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ પોલીસ સબ. ઇ. ડી. પી. ઝાલા, એએસઆઇ યશવંતભાઇ ભગત, પો. હેઙ કો. કરણભાઇ કોઠીવાળ, રાજદીપભાઇ પટગીર, સંજયભાઇ અલગોતર, અમિતભાઇ ટૂંડીયા, પો. કો. અરવિંદકુમાર ફતેપરા, કિશનભાઇ પાંભર, મહાવીરસિંહ જાડેજા, પોપટભાઇ ગમારાએ કરી હતી.
ચોરીના ગુનામાં
ફરાર સલીમ પકડાયો
જયારે થોરાળા પોલીસ મથકમાં નોંધાયેલા ચોરીના ગુનામાં ફરાર સલીમ વલીભાઇ કાદરી (ઉ.વ.૪૩ રહે. નટરાજ પેટ્રોલ પંપ પાસે, સોરઠીયા વાડી સર્કલ પાસે) ને પેરોલ ફર્લો સ્કવોર્ડનાં સ્ટાયે બાતમીના આધારે ૧પ૦ ફુટ રીંગ રોડ પર અયોધ્યા ચોક નજીકથી ઝડપી થોરાળા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
આ કામગીરી પો. ઇ. એલ. એલ. ડામોર, પો. સબ ઇ. એસ. બી. ઘાસુરા, એ.એસ.આઇ. ઝહીરભાઇ ખફીક, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજદીપસિંહ ગોહીલ, પો. હેડ કો. સીરાજભાઇ ચાનીયા, રાજદીપસિંહ ચૌહાણ, રોહિતભાઇ કછોટ, અંકિતભાઇ નિમાવત, પો. કો. અમીનભાઇ ભલુર, કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા, ડ્રા. પો. કો. દોલતસિંહ રાઠોડે કરી હતી
(3:50 PM IST)










